News of Tuesday, 17th September 2019
વડાપ્રધાન મોદી અંગે સભ્યતાપૂર્વક બોલો : મુસ્લિમ દેશો ઇમરાન ખાનનો કાન આમળે છે
ઇસ્લામા બાદ,તા.૧૭: પ્રભાવશાળી મુસ્લિમ દેશોએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાન ખાનને ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અંગે નરમ તેવર રાખીને સભ્યતા પૂર્વક બોલવાની સલાહ આપી છે. તેમણે ભારત સાથે તંદદિલી ઓછી કરવા અને અનૌપચારિક વાતચીત શરૂ કરવાનું પણ કહ્યું હતું.
પાકના અખબાર એકસપ્રેસ ટ્રિબ્યુનના સમાચારો અનુસાર ૩ સપ્ટેમ્બરે સાઉદી અરબના નાયબ વિદેશ પ્રધાન આદિલ અલ જુબૈર અને સંયુકત આરબ અમીરાતના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન અલ નાહયાન ઇસ્લામાબાદ ગયા હતા. મુલાકાત દરમ્યાન આવી સલાહ અપાયાના સમાચાર જાણવા મળે છે.
(3:34 pm IST)