News of Tuesday, 17th September 2019
'એક રાષ્ટ્ર એક ભાષા' પર રાહુલ ગાંધીના ચાબખા ભારતની ઘણી ભાષાઓ દેશની નબળાઇ નથી
નવી દિલ્હી,તા.૧૭: કોગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ભાજપા અધ્યક્ષ અમિત શાહના ' એક રાષ્ટ્ર, એક ભાષા'ના સુચન પર ચાબખા મારતા ગઇ કાલે કહ્યું કે ભારતમાં ઘણી બધી ભાષાઓ તેની નબળાઇ નથી.
રાહુલે ટવીટ કર્યું હતું. ' ઉડીયા, મરાઠી,કન્નડ, હિંદી, તમિલ, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, ઉર્દુ, પંજાબી, કોંકણી, મલયાલમ, તેલુગુ, અસમિયા, બોડો, ડોંગરી, મૈથિલી, નેપાલી, સંસ્કૃત, કાશ્મીરી, સિંધી , સંથાલી અને મણીપુરી ભારતની ભાષાઓ છે અને તે દેશની નબળાઇ નથી.'
(3:32 pm IST)