મુખ્ય સમાચાર
News of Tuesday, 17th September 2019

મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રાના પ્રોડકશન પ્‍લાન્‍ટ ૧૭ દિવસ બંધ રહેશે

બે દાયકાનો સૌથી ખરાબ દૌર : દેશની ઓટો ઈન્‍ડસ્‍ટ્રીઝની ભયંકર માઠી દશા

નવી દિલ્‍હી : એક ખાનગી ટીવી ચેનલના હેવાલ મુજબ દેશની દિગ્‍ગજ ઓટો કંપની મહિન્‍દ્રા એન્‍ડ મહિન્‍દ્રા કંપનીએ તેમના પ્‍લાન્‍ટમાં ૧૭ દિવસ પ્રોડકશન બંધ રાખવાની જાહેરાત કરી છે.

આ પૂર્વે ૭ અને ૯ સપ્‍ટેમ્‍બરે મારૂતિ સુઝુકીના માનેસર - ગુરૂગ્રામના પ્‍લાન્‍ટ બંધ હતા.

અશોક લીલેન્‍ડ કંપનીએ પણ ૧૬ દિવસ સુધી પ્‍લાન્‍ટ બંધ રાખવાની જાહેરાત કરી છે.

દરમિયાન મંદીના દૌરમાંથી દેશની ઓટો ઈન્‍ડસ્‍ટ્રીઝ પસાર થઈ રહી છે ત્‍યારે મહિન્‍દ્રાએ તેમના પ્‍લાન્‍ટમાં ૧૭ દિવસ સુધી કોઈપણ પ્રોડકશન નહિં કરવા નિર્ણય જાહેર કર્યો છે.

મહિન્‍દ્રાને ટાંકીને સમાચાર સંસ્‍થા નોંધે છે કે આ ત્રણ મહિના દરમિયાન ૩ દિવસ પ્રોડકશન કર્યુ ન હતું. વાસ્‍તવમાં ૯ ઓગષ્‍ટથી દેશના જુદા - જુદા પ્‍લાન્‍ટમાં ૧૪ દિવસ પ્રોડકશન બંધ રાખવા કંપનીએ જાહેરાત કરી હતી. હવે કંપનીએ વધુ ૩ દિવસ પ્‍લાન્‍ટ બંધ રાખવાની વાત કહી છે. મહિન્‍દ્રાના વાહન વેચાણમાં ૨૫ ટકાનો ઘટાડો નોંધાયો છે.

(1:22 pm IST)