મુખ્ય સમાચાર
News of Tuesday, 17th September 2019

અમુલ હવે માર્કેટમાં પ અને ૧૦ રૂપિયાના પેકીંગ મુકશે

ગ્રામ્ય વિસ્તારોમાં વેચાણ વધારવા માટે નવી યોજના

નવી દિલ્હી તા. ૧૭: અમુલ બ્રાન્ડ નેમ હેઠળ દુધ અને અન્ય દુધની બનાવટો વેચનાર કંપની ગુજરાત કો ઓપરેટીવ મિલ્ક માર્કેટીંગ ફેડરેશન (GCMMF) ગ્રામ્ય ભારતમાં પોતાની ઉપસ્થિતિ નોંધાવવા માટે નવી યોજના સાથે મેદાનમાં ઉતરશે.

કંપનીની યોજના પોતાની મિલ્ક પ્રોડકટસને નાના નાના પેકીંગમાં ઉપલબ્ધ કરાવીને લોકો સુધી પહોંચવાની છે. ગ્રામ્ય વિસ્તારોની માંગને જોતા કંપની ર૦ રૂપિયા અને ૧૦ રૂપિયા તથા તેનાથી પણ ઓછી કિંમતના પેકમાં દુધ, ઘી અને બીજો માલ વેચવાની યોજના પર કામ કરી રહી છે.

દેશની સૌથી મોટી ડેરી બ્રાંડની પ્રોડકટો લગભગ દરેક મોટા શહેરો અને મધ્યમ શહેરોમાં ઉપલબ્ધ છે. ડેરી પ્રોડકટની માંગમાં ગ્રામ્ય વિસ્તારોની ભાગીદારી બહુ મોટી છે. બિઝનેસ સ્ટાન્ડર્ડના સમાચારો અનુસાર, જીસીએમએમએફના મેનેજીંગ ડાયરેકટર આર. એસ. સોઢીએ કહ્યું કે ગ્રામ્ય ભારત એક મોટું બજાર છે. અમારા ખાસ કવોલીટી અને ટલેસ્ટના ઉત્પાદનો ગ્રામ્ય વિસ્તારોમાં પણ બહુ લોકપ્રિય બનશે. એટલે અમે આ માંગને પુરી કરવા નાના પેક બજારમાં મુકવાની યોજના બનાવી રહ્યા છીએ.

સોઢીએ કહ્યું કે નવા લોન્ચ થનાર પેકીંગ અમૂલ માટે નેમ ચેન્જર સાબિત થશે. અમૂલ બધા શહેરો અને અધર્શ્ર શહેરી વિસ્તારોમાં દહીં અને ઘી જેવા ઉત્પાદનો એક લીટર અને અર્ધો લીટરના પેકીંગમાં વેચે છે પણ ગ્રામ્ય ગ્રાહકોમાં ર૦ રૂપિયા વાળા પેકની મોટી માંગ છે.

ગુજરાત કો ઓપરેટીવ મિલ્કત માર્કેટીંગ ફેડરેશને છેલ્લા કેટલા વર્ષોમાં સતત પ્રગતિ કરી છે. કંપની દુધ અને તેની બનાવટોમાં ર૦૧૮-૧૯માં ૧૩ ટકાનો વધારો કર્યો હતો. આ દરમ્યાન કંપનીનું ટર્ન ઓવર ૩૩૧પ૦ કરોડ રૂપિયા હતું. કંપનીને પોતાના પાઉચવાળા દુધથી સૌથી મોટું ટર્નઓવર મળે છે.

કંપનીના એકમ અમૂલ ફેડરેશનની ક્ષમતા લગભગ ૩.પ કરોડ લીટર દુધ પ્રોસેસ કરવાની છે. કંપનીમાં ગુજરાતના ૧૮૭૦૦ ગામડાના ૩૬ લાખથી વધારે ખેડૂતો રજીસ્ટર્ડ છે. તેમની પાસેથી કંપની રોજ લગભગ ર.૩ કરોડ લીટર દુધ ખરીદે છે. (૭.૧૯)

(12:10 pm IST)