મુખ્ય સમાચાર
News of Monday, 17th September 2018

આજે પણ વધ્‍યા પેટ્રલ-ડિઝલનાં ભાવ

પેટ્રોલમાં ૧૫ પૈસાતો ડિઝલમાં ૬ પૈસા વધ્‍યા

નવીદિલ્‍હી, તા.૧૭: દેશમાં લોકોને પેટ્રોલ અને ડીઝલના ભાવમાં રાહત મળવાના કોઇ જ સંકેતો દેખાઇ રહ્યાં નથી. સોમવારના રોજ પણ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારાની સ્‍થિતિ યથાવત રહી છે. આજે દેશની રાજધાની દિલ્‍હીમાં સોમવારના રોજ પેટ્રોલના ભાવ ૧૫ પૈસા પ્રતિ લીટર વધીને ૮૨.૦૬ રૂપિયા અને ડીઝલના ભાવ ૬ પૈસા પ્રતિ લીટરના ઉછાળાની સાથે ૭૩.૭૮ રૂપિયા થઇ ગયો છે.

જયારે મુંબઇની વાત કરીએ તો અહીં આજે પેટ્રોલના ભાવ ૧૫ પૈસા પ્રતિ લીટર વધી ૮૯.૪૪ રૂપિયા પ્રતિ લિટર અને ડીઝલના ભાવ ૭ પૈસા પ્રતિ લિટરના વધારા સાથે ૭૮.૩૩ રૂપિયા થઇ ગયો છે.

આપને જણાવી દઇએ કે પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારાની વિરુદ્ધ પાછલા દિવસોમાં ભારત બંધ'દ્વારા કોંગ્રેસ સહિત કેટલાંક વિપક્ષી દળોએ દેશભરમાં પ્રદર્શન કર્યું હતું. આ બધાની વચ્‍ચે સરકાર આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડતેલના ભાવમાં ઉછાળા સહિત અન્‍ય કારણોને પેટ્રોલ-ડીઝલના ભાવ વધારા માટે જવાબદાર ગણાવી રહ્યું છે.

દેશના મુખ્‍ય શહેરોમાં આજનો ભાવ

દિલ્‍હીમાં પેટ્રોલ ૮૧.૯૧, ડીઝલ ૭૩.૭૨ પ્રતિ લીટર કોલકાતામાં પેટ્રોલ ૮૩.૭૬, ડીઝલ ૭૫.૫૭ પ્રતિ લીટર મુબઈમાં પેટ્રોલ ૮૯.૨૯, ડીઝલ ૭૮.૨૬ પ્રતિ લીટર ચેન્નઈમાં પેટ્રોલ ૮૫.૧૫, ડીઝલ ૭૭.૯૪ પ્રતિ લીટર બેંગલોરમાં પેટ્રોલ ૮૪.૫૯, ડીઝલ ૭૬.૧૦ પ્રતિ લીટર પટનામાં પેટ્રોલ ૮૮.૨૮, ડીઝલ ૭૯.૫૬ પ્રતિ લીટર

નિષ્‍ણાતોનું માનીએ તો આવનારા દિવસોમાં ભારતીય બજારોમાં પેટ્રોલ અને ડીઝલના ભાવ આસમાને પહોંચવાના છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારા પાછળ રૂપિયો એક મોટું કારણ છે. રૂપિયામાં ઘટાડાના લીધે જ તેલ કંપનીઓમાં સતત ફેરફાર કરી રહ્યાં છે. જો કે કંપનીઓ ડોલરમાં તેલની ચૂકવણી કરે છે, તેના લીધે તેણે પોતાનું માર્જીન પૂરું કરવા માટે તેલના ભાવમાં વધારો થયો છે.

 

ગુજરાતના મુખ્‍ય શહેરોમાં પેટ્રોલ-ડીઝલના ભાવ

પેટ્રોલમાં ૧૫ પૈસા અને ડિઝલમાં ૭ પૈસાનો વધારો

અમદાવાદમાં પેટ્રોલ ૮૧.૧૭, ડીઝલ ૭૯.૨૫ પ્રતિ લીટર

ગાંધીનગરમાં પેટ્રોલ ૮૧.૨૨, ડીઝલ ૭૯.૩૦ પ્રતિ લીટર

સુરતમાં પેટ્રોલ ૮૧.૧૫, ડીઝલ ૭૯.૨૫ પ્રતિ લીટર

રાજકોટમાં પેટ્રોલ ૮૦.૯૫, ડીઝલ ૭૯.૦૪ પ્રતિ લીટર

 

(10:25 am IST)