મુખ્ય સમાચાર
News of Monday, 17th September 2018

હવે તેલંગણામાં વોટરલિસ્ટ મામલે કોંગ્રેસે ઉઠાવ્યા સવાલ :70 લાખ લોકોના નામમાં ગોટાળાના આક્ષેપ

મતદાતાના નામ અને તસ્વીરમાં ફેરફાર: કેટલાકના નામ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છે

તેલંગાણામાં વોટર લિસ્ટ મામલે કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. કોંગ્રેસનો આક્ષેપ છે કે, તેલંગાણામાં 70 લાખ લોકોના નામમાં ગોટાળો કરાયો છે  કોંગ્રેસ નેતા અભિષેક મનુ સિઘવીએ કહ્યુ કે, વોટર લિસ્ટને જાહેર કરવામાં આવે તે પહેલા કોંગ્રેસને અનેકમાં ગોટાળો થયો હોવાના પુરાવા મળ્યા છે.

  કોંગ્રેસનો આક્ષેપ છે કે, મતદાતાના નામ અને તસ્વીરમાં ફેરફાર કરવામાં આવ્યા છે. કેટલાક મતદાતાઓ એવા છે જેમના નામ તેલંગાણા અને આંધ્રપ્રદેશમાં છે.

 કોંગ્રેસ પારદર્શક રીતે વોટર લિસ્ટ બનાવવાની માગ કરી રહી છે.  જ્યારે આ મામલે ગોટાળો કરનાર અધિકારીઓ વિરૂદ્ધ પગલા ભરવાની કોંગ્રેસે માગ કરી છે

(9:37 pm IST)