મુખ્ય સમાચાર
News of Monday, 17th September 2018

ભારતમાં હિન્દૂ રાષ્ટ્રવાદથી દેશમાં ધર્મનિરપેક્ષ પ્રવૃત્તિને નુકશાન :અમેરિકા

ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામ પર કથિત રૂપે હુમલા થયા

વૉશિંગ્ટનઃ અમેરિકાની એક રિપોર્ટે ભારતમાં વધી રહેલ હિંદુ રાષ્ટ્રવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે. અમેરિકી પાર્લામેન્ટરી રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પાછલા એક દશકાથી હિંદુ રાષ્ટ્રવાદથી ભારતમાં રાજનૈતિક બળ ઉભરી રહ્યું છે, જેનાથી દેશના ધર્મનિરપેક્ષની પ્રતૃતિને હાની પહોંચી રહી છે. આ રિપોર્ટે ચેતાવણી આપી છે કે સોશિયલ મીડિયા જેવા પ્લેટફોર્મ દેશમાં 'બહુમતિ વર્ગની હિંસા'ની વધતી ઘટનાઓમાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે પ્રોત્સાહન આપી રહ્યા છે.

અમેરિકાની અમેરિકી કોંગ્રેસના એક સ્વતંત્ર અને દ્વિપક્ષીય રિસર્ચ વિંગ કોંગ્રેસનલ રિસર્ચ સર્વિસે કથિત રૂપે ધર્મ-પ્રેરિત હિંસાનો ઉલ્લેખ કર્યો છે. આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગાય સંરક્ષણ અને અભિવ્યક્તિની આઝાદીના નામ પર કથિત રૂપે હુમલા થયા છે. 'ભારતઃ ધાર્મિક આઝાદીના મુદ્દા' નામના આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું કે સંવિધાન દ્વારા ધાર્મિક સ્વતંત્રતાની સ્પષ્ટ રૂપે રક્ષા કરવામાં આવી છે.

આગળ આ રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારતની આબાદીમાં હિંદુઓની સંખ્યા સૌથી વધુ છે. પાછલા કેટલાક દશકામાં હિંદુ રાષ્ટ્રવાદથી ઉભરતા રાજકીય બળ ભારતની ધર્મનિરપેક્ષ પ્રકૃતિને નુકસાન પહોંચાડી રહ્યું છે અને દેશની ધાર્મિક સ્વતંત્રતા પર નવા હુમલાનું કારણ બની રહ્યું છે.

(9:09 am IST)