મુખ્ય સમાચાર
News of Friday, 17th August 2018

મોદીની જમ્મુ-કાશ્મીરની યાત્રા પહેલા ત્રણ ઠાર થયા

આત્મઘાતી ત્રણ ત્રાસવાદીઓ મોતને ઘાટ ઉતારાયાઃ નરેન્દ્ર મોદીની આજની યાત્રાને લઈને અભૂતપૂર્વ સુરક્ષા

નવી દિલ્હી,તા.૧૮: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે અભૂતપૂર્વ સુરક્ષા વ્યવસ્થા વચ્ચે જમ્મુ-કાશ્મીર પહોંચી રહ્યા છે. તેમના જુદા જુદા કાર્યક્રમોને ધ્યાનમાં લઈને સાવચેતીના તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે. વડાપ્રધાનની યાત્રાના એક દિવસ પહેલા જ ઘુસણખોરીના મોટા પ્રયાસને નિષ્ફળ કરી દેવામાં આવ્યો હતો અને ત્રણ આત્મઘાતી ત્રાસવાદીઓને ઠાર કરી દેવામાં આવ્યા હતા. આત્મઘાતી આતંકવાદીઓની આ ટુકડી કુપવારાના હેન્ડવારા વિસ્તારની નજીક અંકશુરેખા મારફતે ભારતમાં ઘુસવાના પ્રયાસમાં હતા. આજ ગાળા દરમિયાન સેનાની ૧૫ રાષ્ટ્રીય રાયફલના જવાનોએ આ ત્રાસવાદીઓને ઠાર કર્યા હતા. ત્રાસવાદીઓ સામે હાલમાં કોઈ ઓપરેશન હાથ નહીં ધરવાનો નિર્ણય કરાયો છે પરંતુ આતંકવાદીઓને શરણાગતિ સ્વીકારવા માટે કહેવામાં આવતા ત્રાસવાદીઓએ ગોળીબાર કર્યો હતો. જેના જવાબમાં કાર્યવાહી કરાતા ત્રણ ત્રાસવાદીઓ ઠાર થયા હતા. મોદીની જમ્મુ-કાશ્મીર યાત્રને લઈને સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોદીનો કાફલો જે વિસ્તારમાંથી પસાર થનાર છે તે રસ્તાઓને પહેલાથી જ બંધ કરી દેવાયા છે.

(12:00 am IST)