મુખ્ય સમાચાર
News of Friday, 17th August 2018

રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળે થશે અટલજીના અંતિમ સંસ્કાર :સમાધિ માટે 1,5 એકર જમીન ફાળવાઈ

રાષ્ટ્રીય સ્મૃતિ પર સુરક્ષા માટે ભારે પોલિસ ફોર્સ તૈનાત: સફાઈ કાર્ય શરૂ કરી દેવાયુ: આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન

 

નવી દિલ્હી :પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીએ એઈમ્સમાં અંતિમ શ્વાસ લીધા છે  વાજપેયીના નિધન બાદ હવે તેમના પાર્થિવ શરીરને મેનન માર્ગ સ્થિત તેમના નિવાસ સ્થાન પર લાવવામાં આવ્યો છે આખી રાત તેમનું પાર્થિવ શરીર ત્યાં જ રહેશે

 

  સવારે 9 વાગે તેમને ભાજપના મુખ્ય કાર્યાલય લઈ જવામાં આવશે. ત્યાંથી બપોરે 1.30 વાગે તેમના પાર્થિવ શરીરને અંતિમ સંસ્કાર માટે રાજઘાટ પાસે શાંતિવનમાં બનેલા રાષ્ટ્રીય સ્મૃતિમાં લાવવામાં આવશે. જ્યાં પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે.

    રાષ્ટ્રીય સ્મૃતિ પર સુરક્ષા માટે ભારે પોલિસ ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે. રાષ્ટ્રીય સ્મૃતિમાં સફાઈ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ છે. આસપાસના વિસ્તારોમાં સર્ચ ઓપરેશન શરૂ કરી દેવામાં આવ્યુ છે. સ્મૃતિ સ્થળની અંદર અને બહાર પોલિસની કડક સુરક્ષા યુનિટ તૈનાત કરી દેવામાં આવી છે

   સ્મૃતિ સ્થળ બીએસએફ હેઠળ આવે છે. સૂત્રોની માનીએ તો અહીં જ વાજપેયીનું સમાધિ સ્થળ પણ બનાવવામાં આવશે. તેમના સમાધિ માટે 1.5 એકર જમીન આપવામાં આવી છે.

(12:00 am IST)