મુખ્ય સમાચાર
News of Thursday, 16th August 2018

સાંજે 4 વાગ્યે સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે: બપોરે 1 વાગ્યે અંતિમયાત્રા

 

નવી દિલ્હી :પૂર્વ વડાપ્રધાન અટલ બિહરી વાજપેયીનો અંતિમ સંસ્કાર કાલે સાંજે ચાર વાગ્યે રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળે કરાશે આ જાણકારી ભાજપના અધ્યક્ષ અમિતભાઇ શાહે આપી હતી વાજપેયીનો પાર્થિવ દેહ તેના સરકારી આવાસ છ કૃષ્ણ મેનન માર્ગ પર રાખ્યો છે શાહે કહ્યું કે લોકો કાલે સવાર 7-30 વાગ્યાથી 8-30 સુધી તેના આવાસ પર શ્રદ્ધાંજલિ આપી શકશે

   ભાજપનાં ઝંડાને પાર્ટી મુખ્યમથક ખાતે અડધી કાઠીએ કરી દેવાયો છે. પાર્ટીની તરફથી અંતિમ વિદાય બાદ એક વાગ્યે અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા નિકળશે. જે ભાજપ ઓફીસથી રાષ્ટ્રીય સ્મૃતિ સ્થળ સુધી જશે. અને સાંજે 4 વાગ્યે સ્મૃતિ સ્થળ ખાતે વાજપેયીના અંતિમ સંસ્કાર કરવામાં આવશે. 

   વાજપેયીના રાજકીય સન્માન સાથે અંતિમ સંસ્કાર કરાશે કેન્દ્ર સરકારના તમામ કાર્યાલયોમાં ક્લે અડધા દિવસની રજા રહેશે વાજપેયીના સન્માનમાં સરકારે સાત દિવસનો શોક જાહેર કર્યો છે ગૃહમંત્રાલયના સર્ક્યુલર મુજબ રાષ્ટ્રીય ધ્વજ સમગ્ર દેશમાં અડધી કાઠીએ ઝુકેલો રહેશે દેશભરમાં 16 ઓગસ્ટથી 22 ઓગસ્ટ સુધી રાજકીય શોક મનાવાશે

(12:05 am IST)