મુખ્ય સમાચાર
News of Wednesday, 17th July 2019

નવાઝ શરીફને દબાણ હેઠળ સજા કરાઇ : તપાસ માટે સુપ્રિમમાં માંગ

ઈસ્લામાબાદ,તા.૧૭: પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટમા ત્રણ અરજીઓ પર સુનાવણી કરવામા આવી હતી. જેમા વીડિયો લીક વિવાદમા વધુ તપાસ કરવા માગઁણી કરવામા આવી હતી. આ વીડિયો લીક વિવાદમા જવાબદાર અદાલતના ન્યાયાધીસ અરશદ મલિક સામેલ છે જેમા અરશદ મલિક પર દબાણ હેઠળ પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમા દોષિત ઠરાવવામા આવ્યા હોવાનો આક્ષેપ કરવામા આવ્યો છે. કોર્ટના ન્યાયાધીશ સામે આવો આક્ષેપ નવાઝ શરીફની પુત્રી મરિયમ નવાઝ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ નવાઝના અન્ય નેતાઓએ લગાવ્યા હતા. અને આ મામલે સુપ્રીમમા તપાસ કરવામા આવે તેવી માગણી પણ થઈ છે.  આ મામલે મરિયમે વીડિયો જારી કર્યો છે જેમા કથિત રીતે તેના દાવાને સાબિત કરે છે કે મલિકે તેના પિતા અંગે જે ચુકાદો આપ્યો  છે તે દબાણને વશ થઈને કરવામા આવ્યો છે.જોકે આ અંગે ન્યાયાધીશ મલિકે આવુ કોઈ દબાણ થયુ નથી તેમ જણાવ્યુ છે. અને તેમણે નવાઝ શરીફ અને પીએમએલએન સામે લાંચ આપવા, અને ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કર્યો છે . આ અંગે ગત સપ્તાહમા ઈસ્લામાબાદની ઉચ્ચ ન્યાયાલયે સુપ્રીમ કોર્ટની સલાહ લીધા બાદ ન્યાયાધીશ મલિકને હટાવી દીધા હતા. પાકિસ્તાનના મુખ્ય ન્યાયાધીશ આસિફ ખોસાની અધ્યક્ષતાવાળી ત્રણ સભ્યની ખંડપીઠે ગઈકાલે એક વકીલની અરજી પર સુનાવણી કરી હતી. ેજેમા અરજદારના વકીલે પીઠનેેેેેે જણાવ્યુ હતુ કે વીડિયો લીક કૌભાંડે ન્યાયપાલિકા સામે મોટો સવાલ ઉભો કર્યો છે તેમણે વધુમા જણાવ્યુ કે તમામ રાજકીય પક્ષો અને પાકિસ્તાનના વકીલોએ આ વીડિયો લીક કૌભાંડની યોગ્ય રીતે તપાસ કરવામા આવે તેવી માગણી કરી છે.

(4:07 pm IST)