મુખ્ય સમાચાર
News of Wednesday, 17th July 2019

ટેન્ડર રદ થઇ જતા ૪૦ વંદે ભારત ટ્રેનોનું નિર્માણ કાર્ય લટકી ગયું: યોજના વિલંબમાં

અંબાલા, તા.૧૭ : નવી દિલ્હીથી વારાણસી વચ્ચે દોડાવાઈ રહેલી દેશની પહેલી અને સ્વદેશી હાઈસ્પિડ ટ્રેન વંદે ભારત એકસપ્રેસ મોટી સફળતા મેળવી ચુકી છે પણ આ શ્રેણીની ૪૦ નવી ટ્રેનનુ નિર્માણ કરવા માટે જે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા તે ટેન્ડર રદ થઈ જતા હાલ આ નવી ટ્રેનોનુ નિર્માણ કાર્ય લટકી ગયુ છે.

આ યોજનામા  નવી ટ્રેનોનુ ચેન્નઈની  ઈન્ટીગ્રલ કોચ (આઈસીએફ)ફેકટરીમા થવાનુ હતુ. પણ રેલવે બોર્ડ તરફથી આ માટે અગાઉ જે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા તે ટેન્ડર રદ કરી દેવાનો આદેશ જારી કરવામા આવતા હવે આ નવી યોજના હેઠળ ૪૦ વંદે ભારત નામની ટ્રેનોનુ નિર્માણ થઈ શકશે નહિ. જો આ અંગે નવા ટેન્ડર ફરી બહાર પાડવામા આવે તો જ તેનુ કામ શરૂ થઈ શકે ેતેમ છે હાલ ટેન્ડર રદ થઈ જવાના કારણે આ તમામ ૪૦ વંદે ભારત ટ્રેનનુ કામ અટકી ગયુ છે.

આ માટે પહેલા ૪૦ ટ્રેન માટે ટેન્ડર બહાર પાડવામા આવ્યા હતા પણ તે બાબત શક્ય નહિ બનતા ટ્રેનની સંખ્યા ૩૭ કરવામા આવી હતી તેમ છતા આ મુદે કોઈ નિર્ણય નહિ લેવાતા આખરે આ ટેન્ડર રદ કરી દેવા આવ્યા છે. અને હવે એવુ કહેવામા આવે છે કે આ અંગે આગામી સમયમા નવેસરથી ટેન્ડર બહાર પાડવામા આવશે. આ ટ્રેનને ગત ૧૫ ફ્રેબ્રુઆરીએ વડાપ્રધાન મોદીએ નવી દિલ્હીથી લીલીઝંડી દર્શાવી વારાણસી માટે આ ટ્રેનને રવાના કરી હતી. જેમા રેલવે મંત્રી પિયુષ ગોયલ સહિત રેલવેના તમામ ઉચ્ચ અધિકારીઓએ મીડિયા સાથે આ ટ્રેનમા પહેલા દિવસે મુસાફરી કરી હતી. અને બાદમા આવી નવી ટ્રેનોનુ નિર્માણ કરવામા આવશે તેવી જાહેરાત કરવામા આવી હતી.

(4:06 pm IST)