મુખ્ય સમાચાર
News of Wednesday, 17th July 2019

ચારસો કરોડની લાંચ લેવાના આરોપસર કોંગ્રેસી ધારાસભ્યની ધરપકડ

ચાર્ટડ પ્લેનમાં બહાર જતી વખતે ઝડપી લેવાયો

નવી દિલ્હી તા. ૧૭ : કોંગ્રેસી ધારાસભ્ય રોશન કેગને કર્ણાટક એસઆઇટીએ ઝડપી લીધો છે. તે ચાર્ટડ પ્લેનમાં બેંગ્લોરથી બહાર જઇ રહ્યો હતો ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી. રોશન બેગ પર આઇએમએના સંસ્થાપક મંસુર ખાનનો એક વિડીયો પણ બહાર આવ્યો છે.  તેણે ભારત પરત આવવા અને રોકાણકારોની પાઇ પાઇ ચુકવવાની વાત કહી છે.

 

રોશન બેગની ધરપકડના સમાચાર મળતા જ કર્ણાટકના રાજકારણમાં સનસનાટી મચી ગઇ છે. મુખ્ય પ્રધાન કુમાર સ્વામીએ આ બાબતે ટ્વીટ પણ કર્યુ  અને આખી ઘટનાની માહીતી આપી  આમ તો એસઆઇટીએ રોશન બેગને પૂછપરછ માટે ૧૯ જૂલાઇએ બોલાવ્યો હતો. પણ આ પૂછપરછ પહેલા જ તેને પકડી લેવાયો હતો.

બેગે આ આરોપોને પાયા વગરના અને મનઘડંત ગણાવ્યા હતા. કર્ણાટકમાં રાજીનામા આપનાર ૧૬ ધારાસભ્યોમા બેગ પણ છે. નવ જુલાઇએ તેમણે રાજીનામુ આપ્યાની થોડીક  કલાકો પછી એસઆઇટીએ તેમને  એક નોટીસ મોકલીને ૧૧ જુલાઇએ હાજર થવાનુ કહ્યુ હતુ પણ ધારાસભ્યએ કહ્યુ હતુ કે તે સોમવાર હાજર થશે. પણ પછી તે હાજર નહોતા થયા.

એસઆઇટીએ અત્યાર સુધીમાં રોશન બેગને પૂછપરછ માટે બે વાર સમન્સ મોકલ્યા હતા પણ તે હાજર નહોતા થયા.

આ દરમ્યાન આઇએમએના ભાગેડુ સંસ્થાપક મંસૂર ખાતે એક વીડિયો બહાર પાડીને ફરી એકવાર  પોતાની ભારત પાછા ફરવાની ઈચ્છા દર્શાવી છે. મંસૂરખાને કહ્યુ છે કે તે આઇએમએ પોંજી સ્કીમ કૌભાંડની તપાસમાં સહયોગ આપવા તૈયાર છે.

જો કે હજુ સુધી એ સ્પષ્ટ નથી થયુ કે મંસૂરખાન  કયા છે અને કયા દેશમાંથી આ વિડીયો બહાર પાડ્યો છે. મંસૂરખાન વિરૂધ્ધ  પહેલા થી જ ઈન્ટરપોલની નોટીસ બહાર પડેલી છે. તેણે બહુ જ સમયમાં આઇએમએના ૨૦૦૦ કરોડની કંપની બનાવી હતી.

મોહમ્મદ મંસૂરખાને ૨૦૦૬માં આઇએમએના નામથી કંપની શરૂ કરી હતી. મંસૂરે કંપનીને ઈસ્લામીક કાયદા  અનુસાર હલાલ ઈન્વેસ્ટમેન્ટ મોડમાં રાખી હતી. હલાલ રોકાણ માટે તેણે શરૂઆતમાં કેરલાય મૌલાઓનો સંપર્ક કર્યો અને તેમના દ્વારા પૈસાદાર મુસ્લિમ પરિવારો સુધી પહોચ્યો તે રીબા દેવાની શરતે રોકાણ કરાવતો ગયો અનુમાન છે કે એપ્રિલ ૨૦૧૯૮માં મસૂરનું  આઇએમએ ગ્રુપ ૨૦૦૦ કરોડનુ થઇ ગયુ હતુ. ૭ જૂન ૨૦૧૯ પછી અચાનક કંપનીની હાલત બગડી ગઇ અને મંસૂર ખાન વિદેશ ભાગી ગયો પછી તેણે ઓડિયો કિલપ બહાર પાડીને કોંગ્રેસી ધારાસભ્ય રોશન બેગ પર ૪૦૦ કરોડ લેવાનો આરોપ મુકયો હતો. ત્યાર પછી આ કેસની તપાસ એસઆઇટીને સોંપવામાં આવી હતી. અને હવે એસઆઇટીએ રોશન બેગની ધરપકડ કરી છે.

(1:17 pm IST)