News of Wednesday, 17th July 2019
દિલ્હીમાં વહેલી સવારથી ધોધમાર વરસાદ ;અનેક વિસ્તારોમાં સટાસટી બોલાવી
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાં રાહત ;વાતાવરણમાં ઠંડક પ્રસરી
દેશની રાજધાની દિલ્હીમાં આજે વહેલી સવારે ફરીવાર ધોધમાર વરસાદ પડ્યો છે અને આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા હતા દિલ્હીના અનેક વિસ્તારોમાં મેઘરાજા મન મૂકીને વરસ્યા હતા
દિલ્હી-એનસીઆરમાં ભારે વરસાદની સાથે જ લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી.છે ત્યારે બે દિવસ પહેલા પણ દિલ્હી અને એનસીઆર સહિત ગુરૂગ્રામમાં વરસાદ પડ્યો હતો. જેથી રાજધાનીમાં ઠંડક પ્રસરી હતી.
(11:31 am IST)