મુખ્ય સમાચાર
News of Wednesday, 17th July 2019

જમ્મુ કાશ્મીરમાં છેલ્લા પાંચ વર્ષમાં 963 આતંકીઓને સેનાએ ઠાર માર્યા :અથડામણમાં 413 જવાનો શહીદ

બે વર્ષમાં 126 ઘૂસણખોર ઠાર ;27 સુરક્ષાકર્મી શહીદ :49 જવાન ઘાયલ

 

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરમાં આતંકવાદી વિરૂદ્ધ ચાલી રહેલા ઑપરેશનમાં છેલ્લા 5 વર્ષમાં સેનાએ કુલ 963 આંતકવાદીઓને ઠાર માર્યા છે. ગૃહ મંત્રાલયના જણાવ્યા મુજબ  અથડામણ દરમિયાન 413 જવાનો શહીદ થયા છે.

   લોકસભામાં લેખિત જવાબ આપતા કેન્દ્રીય ગૃહરાજ્ય પ્રધાન કિશન રેડ્ડીએ જણાવ્યું કે, સરકારે આતંકવાદ વિરૂદ્ધ ખીણમાં ઝીરો ટૉલરન્સની નીતિ અપનાવી છે.

   જમ્મુ કાશ્મીરમાં તૈનાત સેનાએ આતંકવાદીઓ વિરુદ્ધ સતત કાર્યવાહી ચાલુ રાખી છે. જેના સફળતાના રૂપે 2014થી અત્યારસુધી 963 આતંકવાદીને ઠાર મારવામાં આવ્યા છે. જ્યારે ખીણમાં આતંકવાદીઓની વિરૂદ્ધ કાર્યવાહીમાં 413 જેટલા જવાન શહીદ થયા છે.

  વર્ષ  2016થી 2018 દરમિયાન ઘૂસણખોરીની 398 ઘટનાઓ બની છે. જેમાં 126 ઘૂસણખોર ઠાર મારવામાં આવ્યા. ઘૂસણખોરીના પ્રયાસને નિષ્ફળ બનાવવા દરમિયાન 27 જેટલા સુરક્ષાકર્મીઓ શહીદ થઇ ગયા.. જ્યારે 49 જવાન ઘાયલ થયા હતા.

(8:47 am IST)