મુખ્ય સમાચાર
News of Tuesday, 17th July 2018

ગોવિંદ બોલો, હરિ ગોપાલ બોલોઃ ‘‘અષાઢી બીજ રથયાત્રા'': યુ.એસ.માં ‘‘ ગુજરાતી સિનિયર ફ્રેન્‍ડ સર્કલ '' ઓરેન્‍ગ કાઉન્‍ટી, કેલિફોર્નિયાના ઉપક્રમે ‘‘સાન કલેમેન્‍ટે'' બીચ ખાતે કરાયેલી ઉજવણીઃ મંજીરા, ખંજરી, કરતાલ સહિતના વાજીંત્રો સાથે ધૂન,ભજનની રમઝટથી બીચ પરના સહેલાણીઓ પ્રભાવિત

કેલિફોર્નિયાઃ ગુજરાતી સિનીયર ફ્રેન્‍ડ સર્કલ( GSFC)  ના સભ્‍યો દ્વારા રથયાત્રાની  ઉજવણી કરાઇ હતી. ગુજરાતી સિનિયર ફ્રેન્‍ડસ સર્કલ, ઓરેન્‍ગ કાઉન્‍ટી કેલિફોર્નિયાના સભ્‍યો આજરોજ ‘‘ સાન કલેમેન્‍ટે'' બીચ પર ટ્રેન દ્રારા પહોંચ્‍યા હતા. પ્રથમ સૌએ આ બીચ પર સુંદર સ્‍થાન મેળવ્‍યું હતુ. ત્‍યારબાદ ભગવાનશ્રી જગન્નાથજી, બહેન સુભદ્રાજી તથા ભાઇ બલરામજી ની  ુસુંદર છબીને સ્‍થાપન કરીને ‘‘હલવો, કાજુ,દ્રાક્ષ,સીંગદાણા, કાકડી, જાંબુ  અને ફણગાવેલા મગ વગેરે પધરાવીને  પૂજા-અર્ચના કરવામાં  આવેલ. ત્‍યારબાદ સૌ સભ્‍યો પોતાની અનુકુળતા પ્રમાણે સમુદ્ર સ્‍નાન માણ્‍યું  હતુ, ત્‍યારબાદ છબી સાથે શ્રી મહેન્‍દ્રપુરી ગોસ્‍વામી તથા શ્રી ગુણવંતભાઇ પટેલની આગેવાનીમાં'' ગોવિંદ બોલો હરી ગોપાલ બોલો ના ગાન સાથે શ્રી જગન્નાથજી ની બીચ-યાત્રા શરૂ થઇ હતી. સૌ સભ્‍યો મંજીરા, ખંજરી,કરતાલ વગેરે વાજીંત્રો સાથે યાત્રામાં જોડાયા હતા. પીયર પર યાત્રા ફરીને બીચ પર પરત આવીને વિરામ પામી હતી. પીયર પર યોજાયેલ આ રથ-યાત્રાએ બીચ પર ના આગંતુકોમાં કુતુહલ ફેલાયું હતુ. અને  આ યાત્રા અંગે જાણકારી પ્રાપ્ત કરી હતી ત્‍યારબાદ સૌ સભ્‍યોએ સાથે  લાવેલા ઢેબરા-ખીચુ-પાપડ-પાપડી-ભારખી-છુંદો  વગેરેને ન્‍યાય આપી તૃપ્ત થયા હતા. ભોજન બાદ આ શહેરની ફ્રી ટ્રોલી સેવાનો લાભ લઇ નગરયાત્રા માણી હતી. આ જાતના સુંદર આયોજનથી સૌ સભ્‍યોમાં  આનંદની લાગણી પ્રસરી હતી. તેવું શ્રી હર્ષદરાય શાહની માહિતી તથા શ્રી કાંતિભાઇ મિષાીના તસ્‍વીર સૌજન્‍ય સાથે જાણવા મળે છે.

(11:19 pm IST)