મુખ્ય સમાચાર
News of Tuesday, 17th July 2018

ભારતમાં લોન્ચ થઇ એક કરોડ રૂપિયાની જેગુઆર

જેગ્વાર લેન્ડ રોવરે ગઇ કાલે ભારતમાં પેટ્રોલ એન્જિન ધરાવતી F ટાઇપની સિડેન કાર લોન્ચ કરી હતી. જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કુપેની એકસ-શોરૂમ કિંમત ૯૦.૯૩ લાખ અને જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કન્વટિંબલની કિંમત ૧.૦૧ કરોડ રૂપિયા છે. ચાર સિલિન્ડરવાળા આ મોડલમાં ઇગ્નેશિયમ પેટ્રોલ એન્જિન છે અને કારના વજનમાં આગલા મોડલ કરતાં બાવન કિલોગ્રામ વજન ઓછું કરવામાં આવ્યું છે. જેગ્વાર F ટાઇપ ૨.૦ લીટર કુપે અને ૨.૦ લીટર કન્વર્ટિબલ કાર માત્ર ૫.૭ સેકન્ડમાં ઝીરોથી ૧૦૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પહોંચી શકે છે.

(4:18 pm IST)