મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

મોંઘવારીથી પીસાતી પ્રજાને રાહત: કેન્દ્ર સરકારે ઈમ્પોર્ટ ડ્યુટી ઘટાડતા ખાદ્ય તેલના ભાવ ઘટ્યા

નવો પાક આવતા હજુ પણ વધારે ઘટી જશે તેલના ભાવ

નવી દિલ્હી : દેશમાં છેલ્લા કેટલાક સમયથી ખાદ્ય તેલના ભાવ આસમાને પહોંચી રહ્યાં છે. તેલના ભાવ ઘટાડવા માટે સરકારે કેટલાક પગલાં ઉઠાવ્યાં છે. હાલમાં દેશમાં ખાદ્ય તેલનું ઉત્પાદન ઓછું છે. તેથી ભારત વિદેશમાંથી મોટી માત્રામાં ખાદ્ય તેલ મંગાવે છે. ભારતમાં ખાદ્ય તેલની કિંમતો પર ડોમેસ્ટિક પ્રોડક્શનની સાથે ઈન્ટરનેશનલ માર્કેટની પણ અસર પડે છે

કેન્દ્રીય ખાદ્ય અને ઉપભોક્તા મંત્રાલય દ્વારા જારી આંકડા અનુસાર, ખાદ્ય તેલના ભાવમાં લગભગ 20 ટકાનો ઘટાડો આવ્યો છે. મંત્રાલયના જણાવ્યાનુસાર સોયાબિનનો નવો પાક ઓક્ટોબરમાં આવી જશે. હાલમા માર્કેટમાં સોયાબિનની સારી આવક છે.

  પામોલિન તેલના ભાવ 142 રુપિયા પ્રતિ કિલોથી ઘટીને 115 રુપિયા પ્રતિ કિલો થયા છે. સૂરજમુખી ના તેલનો ભાવ 188 રુપિયા પ્રતિ કિલોથી ઘટીને 157 રુપિયા પ્રતિ કિલો થયા છે. તેલનો ભાવ 188 રુપિયા પ્રતિ કિલોથી ઘટીને 157 રુપિયા પ્રતિ કિલો થયા છે. સોયા તેલના ભાવમાં 15 ટકા તો સરસિયાના તેલમાં 10 ટકાનો ઘટાડો થયો છે.નારિયેળ તેલના ભાવમાં 8 ટકાનો ઘટાડો થયો 190 રુપિયાને બદલે હવે 174 માં મળશેમગફળીના તેલમાં 8 ટકાનો ઘટાડો થયો છે એટલે 14 મે સુધી 190 રુપિયા પ્રતિ કિલો વેચાતું હતું જે હવે કિલો દીઠ 174 રુપિયામાં વેચાઈ રહ્યું છે.  વનસ્પતિ ઘીના ભાવમાં પણ 8 ટકાનો ઘટાડો આવ્યો છે. 154 ને બદલે હવે 141 રુપિયા કિલો દીઠ થયા છે.

(7:27 pm IST)