મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

દેશના એક લાખ ઉપરાંત ફ્રન્ટ લાઈન વોરંટીયર્સ યોધ્ધાઓ માટે ક્રેશ ફોર્સ શરૂ કરશે પી.એમ.મોદી : 26 રાજ્યોના 111 પ્રશિક્ષણ કેન્દ્રોમાં ટ્રેનિંગ અપાશે : હોમ કેર સપોર્ટ , ઇમર્જન્સી કેર સપોર્ટ ,સેમ્પલ કલેક્શન , મેડિકલ ઇકવીપમેન્ટ સપોર્ટ ,સહિતની તાલીમ અપાશે : વડાપ્રધાન વિડિઓ કોન્ફરન્સથી સંબોધન કરશે : કેન્દ્રીય કૌશલ વિકાસ કેન્દ્ર મંત્રી હાજરી આપશે

ન્યુદિલ્હી : દેશના એક લાખ ઉપરાંત ફ્રન્ટ લાઈન વોરંટીયર્સ યોધ્ધાઓ માટે પી.એમ.મોદી ક્રેશ ફોર્સ પ્રોગ્રામ શરૂ કરવા જઈ રહ્યા છે. જે અંતર્ગત ફ્રન્ટ લાઈન યોદ્ધાઓને હોમ કેર  સપોર્ટ , ઇમર્જન્સી કેર સપોર્ટ ,સેમ્પલ કલેક્શન , મેડિકલ ઇકવીપમેન્ટ સપોર્ટ , એડવાન્સ કેર સપોર્ટ , તથા બેઝિક કેર સપોર્ટ ,સહિત છ પ્રકારની તાલીમ  અપાશે .

વડાપ્રધાન કાર્યાલયના જણાવ્યા અનુસાર ફ્રન્ટ લાઈન વોરંટીયર્સ યોધ્ધાઓના કૌશલ્ય વિકાસ માટેના  ટૂંકા ગાળાના આ કોર્સનો કુલ ખર્ચ 276 કરોડ રૂપિયા થશે.જેનાથી દેશના આરોગ્ય ક્ષેત્રમાં સુધારો થશે. આ માટે કુશળ તેમજ બિન કુશળ તમામ પ્રકારના વોરંટીયર્સને તાલીમ અપાશે.

બીજી બાજુ દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલે પણ કોવિદ -19 ની ત્રીજી લહેરને પહોંચી વળવા માટે દિલ્હીના પાંચ હજાર યુવકોને તાલીમ અપાશે તેવી ઘોષણાં કરી છે.જે અંતર્ગત આરોગ્ય ક્ષેત્રે વિવિધ પ્રકારની ટ્રેનિંગ આપવાનું આયોજન છે. જેની 500 વોરંટીયર્સની પ્રથમ બેન્ચ 28 જૂનથી શરૂ થઇ જશે.તેવું જાગરણ  દ્વારા જાણવા મળે છે.

 

(12:14 pm IST)