મુખ્ય સમાચાર
News of Thursday, 17th June 2021

બા અદબ, બા મુલાહિજા હોંશિયાર... આવી રહી છે મેઘરાજાની શાહી સવારી

રાજકોટમાં મેઘરાજાની શાહી સવારીના આગમનની છડી પોકારતુ વાતાવરણ આજે સવારે જોવા મળ્યુ છે. રાજકોટના ગગનમાં કાળા ડીબાંગ વાદળો છવાયા છે અને સવારે હળવો વરસાદ પણ પડ્યો હતો. રાજકોટમાં આજે વાતાવરણ વાદળછાયુ જોવા મળી રહ્યુ છે અને જણાય છે કે, ટૂંક સમયમાં વરસાદનું આગમન થશે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(10:59 am IST)