મુખ્ય સમાચાર
News of Wednesday, 16th June 2021

દેશમાં કોરોનાના કેસમાં ધીમો વધારો : નવા 67.256 પોઝીટીવ કેસ નોંધાયા :વધુ 1.03.853 દર્દીઓ રિકવર થયા : વધુ 2329 લોકોના મોત : કુલ મૃત્યુઆંક 3.81.931 થયો :એક્ટિવ કેસ ઘટીને 8.21.392 થયા : કુલ કેસની સંખ્યા 2.96.99.555 થઇ

સૌથી વધુ કેરળમાં 13.270 કેસ, તામિલનાડુમાં 10.448 કેસ,મહારાષ્ટ્રમાં 10.107 કેસ,કર્ણાટકમાં 7345 કેસ, આંધ્રપ્રદેશમાં 6617 કેસ,ઓરિસ્સામાં 3535 કેસ, આસામમાં 3386 કેસ,પશ્ચિમ બંગાળમાં 3187 કેસ નોંધાયા

નવી દિલ્હી : દેશમાં કોરોનાની બીજી લહેર બેકાબૂ બની હતી . દરરોજ 3.50 લાખથી વધુ નવા સંક્રમણનાં કેસ સામે આવી રહ્યા હતા  છેલ્લા કેટલાય દિવસથી કોરોનાનાં કેસોમાં થોડો ઘટાડો થયો છે   આજે દેશમાં કોરોનાનાં નવા 67.256 કેસ નોંધાયા છે. જ્યારે 1.03.853 દર્દીઓ રિકવર થયા છે, દેશમાં હવે ધીમે ધીમે કોરોનાનાં કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. દેશનાં મુખ્ય ત્રણ રાજ્યો કે જ્યાથી કોરોનાનાં કેસ સૌથી વધુ સામે આવી રહ્યા હતા. જ્યા સરકારનાં કડક વલણ બાદ હવે કોરોનાનાં નવા કેસમાં ઘટાડો નોંધાયો છે. જેની અસર હવે દેશમાં આવતા દૈનિક કેસનાં આંકડામાં જોવા મળે છે.

 દેશમાં આજે છેલ્લા 24 કલાકમાં 67.256 નવા કેસ નોંધાયા છે સાથે છેલ્લા 24 કલાકમાં 2329 લોકોના મોત નિપજ્યા છે દેશમાં કોરોનાથી કુલ મૃત્યુઆંક 3,81.931 થયો છે છેલ્લા 24 કલાકમાં નવા 67.256 નવા કેસ નોંધાતા  કુલ કેસની સંખ્યા 2,96.99.555 થઇ છે  એક્ટિવ સંખ્યા ઘટીને 8.21.392 થઇ છે છેલ્લા 24 કલાકમાં 1.03.853 દર્દીઓ રિકવર થયા છે, આ સાથે કુલ 2,84.84.544 લોકોએ કોરોનાને મહાત આપી છે
દેશમાં સૌથી વધુ કેરળમાં 13.270 કેસ, તામિલનાડુમાં 10.448 કેસ,મહારાષ્ટ્રમાં 10.107 કેસ,કર્ણાટકમાં 7345 કેસ, આંધ્રપ્રદેશમાં 6617 કેસ,ઓરિસ્સામાં 3535 કેસ, આસામમાં 3386 કેસ,પશ્ચિમ બંગાળમાં 3187 કેસ નોંધાયા છે

(1:02 am IST)