મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

મેહુલ ચોક્સીએ કહ્યું ભારત નહિ આવી શકું :એન્ટીગુઆ આવીને કરી લ્યે પૂછપરછ

મેહુલ ચોક્સીએ કહ્યું બીમારીને કારણે ભારત નહિ આવી શકું :તપાસ એજન્સી ઈચ્છે તો વિડિઓ કોન્ફ્રન્સથી પૂછપરછ કરી શકે છે

નવી દિલ્હી :પીએનબી કૌભાન્ડનો આરોપી અને ભારતથી ભાગી ગયેલ મેહુલ ચોક્સીએ કહ્યું કે તે પોતાની બીમારીને કારણે ભારત નહીં આવી શકું,એટલા માટે તપાસ એજન્સી ઈચ્છે તો વિડિઓ કોન્ફ્રન્સિંગથી તેની પૂછપરછ કરી શકે છે ચોક્સીએ એમ પણ કહ્યું કે જો સીબીઆઈ અને ઇડી ઈચ્છે તો એન્ટીગુઆ આવીને પૂછપરછ કરી શકે છે
  મેહુલ ચોક્સીના વકીલે મુંબઈ હાઇકોર્ટમાં શપથપત્ર આપીને કહ્યું કે તે ઈલાજ માટે એન્ટીગુઆ આવ્યા છે નહીં કે ભારતથી ભાગીને આવ્યા છે ચોક્સીએ શપથપત્રમાં લખ્યું કે હું હજુ એન્ટીગુઆમાં રહી રહ્યો છું,અને તપાસમાં સહયોગ કરવા તૈયાર છું
   પીએનબી કૌભાંડનો મુખ્ય આરોપી મેહુલ ચોક્સીએ આજે કોર્ટમાં એક મેડિકલ રિપોર્ટ સોંપ્યો છે જેમાં તેણે જણાવ્યું છે કે તે હ્ર્દયની બીમારી,હાઇપર ટેનશન ,ડાયાબીટીશ જેવી બીમારીથી પીડિત છે તેણે જણાવ્યું કે એ એન્ટીગુઆમાં ઈલાજ કરાવી રહ્યો છે તેને એમ પણ કહ્યું કે તે તપાસમાં સામેલ થવા ઈચ્છે છે ગંભીર બીમારીને કારણે તે યાત્રા કરીને ભારત આવાની સ્થિતિમાં નથી એવામાં તે વિડિઓ કોન્ફ્રસિંગ મારફત તપાસમાં સામેલ થવા ઈચ્છે છે સાથે મેહુલ ચોક્સીએ કહ્યું કે તે સ્વસ્થ થતા ભારત આવી જશે
 આ પ્રથમવાર બન્યું છે કે 13 હજાર કરોડના કૌભાંડનો આરોપી મેહુલ ચોક્સીએ ભારતમાં આવીને તપાસનો સામનો કરવા તૈયરી બતાવી છે ચોક્સીએ એક સોગંદનામું આપ્યું છે જેમાં તેણે પોતાના મેડિકલ રિપોર્ટ સોંપ્યા છે તેમાં તેણે પોતાને હ્ર્દયની બીમારી,હાઇપર ટેનશન ,ડાયાબીટીશ જેવી બીમારીથી પીડિત હોવાનું જણાવ્યું છે
   મેહુલ ચોક્સીએ એમ પણ જણાવ્યું હતું કે એન્ટીગુઆથી ભારત માટે કોઈ ડાયરેક્ટ ફ્લાઇટ નથી તેમાં ડોકટરે તેને 41 કલાક સુધીની લાંબી મુસાફરીથી બચવા સલાહ આપી છે

(11:16 pm IST)