મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

૨૪ કલાકમાં ઓડીસામાં ચોમાસુ સક્રિય બની જશે....

ઓરિસ્‍સામાં છેલ્લા કેટલાય દિવસોથી કોઈક કોઈક વિસ્‍તારોમાં  અનિયમિત અને નાના-મોટા ઝાપટાંરૂપે વરસાદ પડી રહ્યો છે. જોકે હજી સુધી સાર્વત્રિક બધી જ જગ્‍યાએ ઓરિસ્‍સામાં વરસાદ પડ્‍યો નથી.

સ્‍કાયમેટના હવામાનશાષાીઓના જણાવ્‍યા પ્રમાણે આગામી ૨૪ થી ૪૮ કલાક માં ઓરિસ્‍સામાં ચોમાસુ બેસી જશે અને મોટાભાગના ઓરિસ્‍સ ામાં લાંબા સમય સુધી મધ્‍યમથી હળવો વરસાદ પડશે, એકથી બે જગ્‍યાએ ભારે વરસાદ પડવાની પણ સંભાવના છે.

 ઓરિસ્‍સામાં આગામી ત્રણથી ચાર દિવસ સારો વરસાદ રહેવાની સંભાવના છે. ખાસ કરીને ઓરિસ્‍સાના કાંઠાના વિસ્‍તારોમાં વરસાદ ખૂબ સારો રહેશે તેમ હવામાન શાષાીઓ માને છે.

(2:11 pm IST)