મુખ્ય સમાચાર
News of Monday, 17th June 2019

PMની પત્નીએ બહારથી મંગાવ્યુ ભોજન, કોર્ટે લગાવ્યો ૨૮૦૦ ડોલરનો દંડ

સરકારી આવાસ પર રસોઇયા હોવા છતા બહારથી ભોજન ખરીદવાનાં મુદ્દે ગોટાળો અને વિશ્વાસઘાતનો આરોપ લાગ્યો

યરુશલમ, તા.૧૭: ઇઝરાયેલની આ કોર્ટે રવિવારે વડાપ્રધાન બેજામિન નેતાન્યાહુની પત્નીને ભોજન માટે ફાળવવામાં આવેલ સરકારી નાણાનો ખોટી રીતે ઉપયોગ કરવાનાં મુદ્દે દોષીત ઠેરવવામાં આવ્યા છે. આ મુદ્દે નેતાન્યાહુની પત્નીએ પ્લી બોર્ગેન હેઠળ આરોપ  ઘટાડવા માટે પોતે જ પોતાના પર લાગેલા આરોપો ઓછા કરવા પોતાનાં દોષોનો સ્વિકાર કર્યો છે. સારા નેતન્યાહુને એક અન્ય વ્યકિતની ભુલને દોષીત ઠેરવી રહ્યા છે. દંડ ભરવા માટેનો આદેશ આપ્યો છે. યરુશલેમ મેજીસ્ટ્રેટ  કોર્ટમાં જસ્ટિસ એવિટલ ચેને દોષ કબુલ કરવાની અવેજમાં તેમના પરનાં આરોપો ઘટાડ્વાની પ્રક્રિયાને મંજુરી આપી છે.

સારા નેતન્યાહુ પર ૧૦ હજાર શેકેલ (૨૮૦૦ ડોલર)નો દંડ લગાવવામાં આવ્યો છે અને રાજયનાં કોષમાં ૪૫ હજાર શેકેલની ચુકવણી કરવાનાં આદેશ પણ તેમને આપ્યો છે. ૬૦ વર્ષીય સારાની તેમના પતિના કાર્યકાળ દરમિયાન તેમના કામકાજમાં મોટી ભુમિકા રહી છે. જુન ૨૦૧૮ના શરૂઆતમાં તેમના પર સરકારી આવાસ પર રસોઇયા હોવા છતા બહારનાં ભોજન ખરીદવાનાં મુદ્દે ગોટાળાનો અને વિશ્વાસદ્યાતનો આરોપ લગાવ્યો હતો. હાલની સમજુતીમાં તેના પર લાગેલા ભ્રષ્ટાચારનાં આરોપો હટાવી લેવામાં આવ્યા.

(11:37 am IST)