મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

તાલિબાનનું વાહિયાત ફરમાન :મહિલાઓ પુરૂષો સાથે બેસીને રેસ્ટોરન્ટમાં નહીં કરી શકે ભોજન:પતિ-પત્ની માટે પણ પાબંદી

સ્ત્રી અને પુરૂષો માત્ર અલગ-અલગ દિવસે જ રેસ્ટોરન્ટમાં આવી શકશે. મહિલાઓને તેમના પતિથી અલગ બેસીને જમવાની સૂચના : નિયમો જાહેર ઉદ્યાનો અને અન્ય સ્થળો પર લાગુ થશે. પાર્કમાં જવામા પણ તારા પછી મારો વારો જેવી સ્થિતિ સર્જાઇ

નવી દિલ્હી : અફઘાનિસ્તાનની તાલિબાન સરકાર એક પછી એક મહિલાઓ પર પ્રતિબંધો વધારી રહી છે. મહિલાઓના શિક્ષણ પર પ્રતિબંધ મૂક્યા બાદ હવે તાલિબાને વધુ એક વાહિયાત ફરમાન બહાર પાડ્યું છે. તાલિબાન સરકારે આદેશ આપ્યો છે કે, હવે મહિલાઓને પુરૂષો સાથે બેસવાની અને ફેમિલી રેસ્ટોરન્ટમાં ભોજન કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં. તાલિબાનના સાંસ્કૃતિક મંત્રાલયે પણ આદેશ જારી કર્યો છે કે, પતિ-પત્ની પણ સાથે બેસીને રેસ્ટોરન્ટમાં જમી શકશે નહીં

નવા નિયમો અનુસાર, સ્ત્રી અને પુરૂષો માત્ર અલગ-અલગ દિવસે જ રેસ્ટોરન્ટમાં આવી શકશે. મહિલાઓને તેમના પતિથી અલગ બેસીને જમવાની સૂચનાઓ આપવામાં આવી રહી છે. હેરાતમાં તાલિબાનો આ હુકમનું પાલન કરી રહ્યા છે. આ જ નિયમો જાહેર ઉદ્યાનો અને અન્ય સ્થળો પર લાગુ થશે. પાર્કમાં જવામા પણ તારા પછી મારો વારો જેવી સ્થિતિ સર્જાઇ છે. મહિલાઓ અહી પોતાના જ પતિ સાથે જમવા ન જઇ શકે,

તાલિબાન સરકારે માર્ચમાં આદેશ બહાર પાડ્યો હતો કે, હવે એમ્યૂજમેન્ટ પાર્ટમાં પણ પ્રવેશ આપવામાં આવશે નહીં. તાલિબાન મહિલાઓ વિરુદ્ધ સતત રૂઢિચુસ્ત નિર્ણયો લઈ રહ્યા છે. એક આદેશમાં, તાલિબાનીઓએ પહેલેથી જ કહ્યું છે કે, જાહેર સ્થળોએ મહિલાઓએ સંપૂર્ણ કપડાં પહેરવા પડશે. જો તેઓ આવું નહીં કરે તો તેમના પરિવારને સજા થશે.

(1:10 am IST)