મુખ્ય સમાચાર
News of Monday, 16th May 2022

ICICI બેંકે કર્યો FD પર 0.20 ટકા સુધીનો કર્યો વધારો

ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજદરમાં વધારો કર્યો

મુંબઈ :ખાનગી ક્ષેત્રની ધિરાણકર્તા ICICI બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછી ફિક્સ ડિપોઝિટ  એટલે કે FD પરના વ્યાજદરમાં વધારો કર્યો છે. બેંકે જાહેરાત કરી હતી કે 290 દિવસથી 10 વર્ષમાં પાકતી FD પર વ્યાજ દરમાં વધારો કરવામાં આવી રહ્યો છે. 7 દિવસથી 29 દિવસમાં પાકતી થાપણો પર વ્યાજ દર 2.50 ટકા રહેશે. જ્યારે, 30 દિવસથી 90 દિવસમાં પાકતી થાપણો પર 3.5 ટકાના દરે વ્યાજ મળવાનું ચાલુ રહેશે. તે જ સમયે, 185 દિવસથી 289 દિવસની મેચ્યોરીટી વાળી FD પર વ્યાજ દર કોઈપણ ફેરફાર વિના 4.40 ટકા પર રહેશે.

અગાઉ, બેંક 290 દિવસથી એક વર્ષથી ઓછા સમય સુધીની થાપણો પર 4.40 ટકાના દરે વ્યાજ આપતી હતી. હવે આ દર 4.50 ટકા કરી દેવામાં આવ્યો છે. તેમાં 10 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

ICICI બેંકમાં એકથી બે વર્ષની મુદતની FD પર 5 ટકાના દરે વ્યાજ આપવામાં આવતું હતું. હવે તે વધારીને 5.10 ટકા કરવામાં આવ્યું છે. એટલે કે તેમાં પણ 10 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે. તે જ સમયે, 2 વર્ષ 1 દિવસથી 3 વર્ષની મુદતવાળી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર 5.20 ટકાથી વધારીને 5.40 ટકા કરવામાં આવ્યો છે. આમાં કુલ 20 બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

ત્રણ વર્ષ, 1 દિવસથી 5 વર્ષ સુધીની એફડી પર વ્યાજ દરમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે. તે હવે 5.45 ટકાથી વધારીને 5.60 ટકા કરવામાં આવી છે. ICICI બેંકે 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીની લાંબા ગાળાની ફિક્સ્ડ ડિપોઝીટ પર વ્યાજ દર 5.60 ટકાથી વધારીને 5.75 ટકા કર્યો છે. તેમાં 15 બેસિસ પોઈન્ટનો મોટો વધારો થયો છે. જ્યારે, 1.5 લાખ રૂપિયા સુધીની ટેક્સ સેવિંગ ફિક્સ્ડ ડિપોઝિટ પર હવે પહેલાના 5.45 ટકાના બદલે 5.60 ટકાના દરે વ્યાજ મળશે. તેમાં 15 બેસિસ પોઈન્ટનો વધારો કરવામાં આવ્યો છે.

બીજી તરફ, વરિષ્ઠ નાગરિકોને સાત દિવસથી પાંચ વર્ષ સુધીની મુદતવાળી FD પર 0.50 ટકાનો વધારાનો લાભ મળવાનું ચાલુ રહેશે. જ્યારે, 5 વર્ષ 1 દિવસથી 10 વર્ષ સુધીની એફડી, જે એક ખાસ ફિક્સ ડિપોઝિટ સ્કીમ છે, અને જેને ICICI બેંક ગોલ્ડન ઇયર્સ FD કહેવામાં આવે છે. આ વિશેષ FD સ્કીમ પર 6.35 ટકાના દરે વ્યાજ મળશે. આ દર 7 ઓક્ટોબર 2022 સુધી મર્યાદિત સમય માટે છે.

(12:35 am IST)