મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

કોરોનાની સ્પીડ પર થોડી બ્રેક

૨૪ કલાકમાં ૨.૮૧ લાખ કેસઃ ૪૧૦૬ ના મોત

ભારતમાં કોરોના સંક્રમિતોનો કુલ આંક અઢી કરોડની નજીક પહોંચ્યોઃ હાલમાં ૩૫ લાખથી વધુ એકિટવ કેસ

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં કોરોનાવાયરસની બીજી લહેર હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ કહેર વરસાવી રહી છે. કોવિડ સંક્રમણને કારણે દરેક રાજયમાં પ્રતિબંધો લાદવામાં આવ્યા છે જેની અસર નવા નોંધાતા આંકડાઓમાં પણ જોવા મળી રહ્યા છે. દ્યણા દિવસો બાદ ૨૪ કલાકમાં નોંધાયેલા નવા કેસોની સંખ્યા ૩ લાખની નીચે નોંધાઈ છે, પરંતુ રવિવારે કોરોના સેમ્પલ ટેસ્ટિંગની સંખ્યામાં પણ નોંધપાત્ર દ્યટાડો નોંધાયેલો છે. પરંતુ હજુ ચિંતા ઓછી નથી થઈ કારણ કે એક દિવસમાં કોરોના સામે જંગ હારનારા દર્દીઓની સંખ્યા ૪ હજારથી ઉપર જ નોંધાઈ છે.

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા ૨૪ કલાકમાં દેશમાં ૨,૮૧,૩૮૬ નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-૧૯ના કારણે ૪,૧૦૬ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને ૨,૪૯,૬૫,૪૬૩ થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ ૧૮,૨૯,૨૬,૪૬૦ લોકોને કોરોના વેકસીનના ડોઝ આપવામાં આવ્યા છે

 બીજી તરફ, કોવિડ-૧૯ની મહામારી સામે લડીને ૨ કરોડ ૧૧ લાખ ૭૪ હજાર ૭૬ લોકો સાજા પણ થઇ ચૂકયા છે. ૨૪ કલાકમાં ૩,૭૮,૭૪૧ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલમાં ૩૫,૧૬,૯૯૭ એકિટવ કેસ છે. બીજી તરફ, અત્યાર સુધીમાં કુલ ૨,૭૪,૩૯૦ લોકોનાં કોરોના વાયરસના કારણે મોત થયા છે.

 વિશેષમાં, ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR)એ સોમવારે જાહેર કરેલા આંકડાઓ મુજબ, ૧૬ મે સુધીમાં ભારતમાં કુલ ૩૧,૬૪,૨૩,૬૫૮ કોરોના સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે રવિવારના ૨૪ કલાકમાં ૧૫,૭૩,૫૧૫ સેમ્પલનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે

 ગુજરાતમાં કોરોના વાયરસને ધ્યાનમાં રાખીને રાજય સરકાર દ્વારા કડક પ્રતિબંધો લગાવવાથી કોરોના કાબૂમાં આવતો દેખાઈ રહ્યો છે. છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના ૮૨૧૦ નવા કેસ નોંધાયા હતા. જયારે વધુ ૮૨ લોકોના મોત થયા છે. જયારે આજે ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થયા છે. વિશેષમાં ૧૪,૪૮૩ દર્દીઓ સાજા થયા છે. અત્યાર સુધીમાં ૬,૩૮,૫૯૦ દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ સાથે રાજયનો રિકવરી રેટ ૮૪.૮૫ ટકા જેટલો છે. રાજયમાં કોવિડ-૧૯ના ૮૨૧૦ નવા દર્દીઓ નોંધાયા છે.

મહારાષ્ટ્રમાં ૩૪ હજાર, તામિલનાડુમાં ૩૩ હજાર અને કર્ણાટકમાં ૩૧ હજાર કેસ નોંધાયા

દેશભરમાં કોરોના ધીમે ધીમે ઓછો થવા લાગ્યો છે

મહારાષ્ટ્ર     :  ૩૪,૩૮૯

તમિલનાડુ   :  ૩૩,૧૮૧

કર્ણાટક       :  ૩૧,૫૩૧

કેરળ         :  ૨૯,૭૦૪

આંધ્રપ્રદેશ    :  ૨૪,૧૭૧

પશ્ચિમ બંગાળ   :        ૧૯,૧૧૭

ઓડિશા      :  ૧૧,૭૩૨

ઉત્તરપ્રદેશ   :  ૧૦,૫૦૫

રાજસ્થાન    :  ૧૦,૨૯૦

હરિયાણા     :  ૯,૧૧૫

બેંગ્લોર       :  ૮,૩૪૪

ગુજરાત      :  ૮,૨૧૦

મધ્યપ્રદેશ   :  ૭,૧૦૬

પંજાબ        :  ૬,૯૫૦

બિહાર        :  ૬,૮૯૪

દિલ્હી         :  ૬,૪૫૬

ચેન્નાઈ       :  ૬,૨૪૭

પુણે          :  ૫,૨૨૧

છત્તીસગઢ    :  ૪,૮૮૮

જમ્મુ કાશ્મીર :  ૪,૧૪૧

ઉત્તરાખંડ     :  ૪,૦૪૭

તેલંગાણા     :  ૩,૮૧૬

આસામ      :  ૩,૬૫૦

કોલકાતા     :  ૩,૪૫૧

જયપુર       :  ૨,૫૫૮

હિમાચલ પ્રદેશ  :        ૨,૩૭૮

ઝારખંડ       :  ૨,૩૨૧

અમદાવાદ   :  ૨,૨૪૦

પુડ્ડુચેરી       :  ૧,૯૬૧

ગુડગાંવ      :  ૧,૮૬૪

મુંબઇ         :  ૧,૫૪૪

ઇન્દોર        :  ૧,૪૮૭

ગોવા         :  ૧,૩૧૪

ભોપાલ       :  ૯૮૨

દીવ          :  ૮૮૧

મણિપુર      :  ૬૭૭

ચંડીગઢ      :  ૬૬૪

હૈદરાબાદ     :  ૬૫૮

મેઘાલય     :  ૫૬૯

લખનૌ       :  ૫૨૫

વડોદરા      :  ૫૧૯

સુરત         :  ૪૮૨

રાજકોટ      :  ૩૭૨

વિશ્વમાં કોરોના અંતે હાંફવા લાગ્યો ૨૪ કલાકમાં ભારતમાં ૨.૮૧ લાખ નવા કેસ, પરંતુ નવા મૃત્યુ ચિંતાજનકઃ ૪૧૦૬: અમેરીકામાં પણ કોરોના ભાગવા લાગ્યોઃ નવા ૧૭ હજાર કેસ નોંધાયા

બ્રાઝીલમાં પણ કોરોના ઓછો થવા લાગ્યો : ૩૬ હજાર ઉપર નવા કેસો નોંધાયા : અમેરીકામાં ૧૭૬૦૦, ફ્રાન્સ ૧૩ હજાર ઉપર, ઈટલી ૫ હજાર, કેનેડા ૪ હજાર, ઈંગ્લેન્ડ ૧ હજાર, સાઉદી અરેબીયા ૮૦૦, ચીન ૧૮ નવા કેસ નોંધાયા

ભારત          :     ૨,૮૧,૩૮૬ નવા કેસ

બ્રાઝિલ         :     ૩૬,૮૬૨ નવા કેસ

યુએસએ        :     ૧૭,૬૯૮ નવા કેસ

ફ્રાંસ            :     ૧૩,૯૪૮ નવા કેસ

રશિયા         :     ૮,૫૫૪ નવા કેસ

ઇટાલી          :     ૫,૭૫૩ નવા કેસ

જર્મની         :     ૭,૦૬૭ નવા કેસ

જાપાન         :     ૬,૪૨૫ નવા કેસ

કેનેડા           :     ૪,૯૦૧ નવા કેસ

બેલ્જિયમ      :     ૧,૯૬૭ નવા કેસ

ઇંગ્લેંડ          :     ૧,૯૨૬ નવા કેસ

યુએઈ          :     ૧,૨૫૧ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૮૨૫ નવો કેસ

દક્ષિણ કોરિયા  :     ૬૧૦ નવા કેસ

ચીન           :     ૧૮ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :     ૮ નવા કેસ

હોંગકોંગ        :     ૩ નવા કેસ

ભારતમાં છેલ્લા ૨૪ કલાકમાં નવા ૨ લાખ ૮૧ હજાર ઉપર કેસ નોંધાયા, ૪૧૦૬ મૃત્યુ નોંધાયા

નવા કેસો     :   ૨,૮૧,૩૮૬ કેસો

નવા મૃત્યુ     :   ૪,૧૦૬

સાજા થયા    :   ૩,૭૮,૭૪૧

કુલ કોરોના કેસો  :      ૨,૪૯,૬૫,૪૬૩

એકટીવ કેસો  :   ૩૫,૧૬,૯૯૭

કુલ સાજા થયા   :      ૨,૧૧,૭૪,૦૭૬

કુલ મૃત્યુ      :   ૨,૬૪,૩૯૦

૨૪ કલાકમાં ટેસ્ટ :      ૧૫,૭૩,૫૧૫

કુલ ટેસ્ટ       :   ૩૧,૬૪,૨૩,૬૫૮

ભારતમાં વેકસીનેશન

કુલ વેકસીનેશન     :   ૧૮,૨૯,૨૬,૪૬૦

૨૪ કલાકમાં    :     ૬,૯૧,૨૧૧

પેલો ડોઝ       :     ૬,૧૪,૨૮૬

બીજો ડોઝ      :     ૭૬,૯૨૫

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ       :     ૧૭,૬૯૮

પોઝીટીવીટી રેટ :     ૧.૯%

હોસ્પિટલમાં     :     ૩૦,૧૦૨

આઈસીયુમાં    :     ૮,૧૪૨

નવા મૃત્યુ      :     ૩૪૩

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ       :     ૪૭.૩૯%

કુલ વેકસીનેશન     :   ૩૭.૧૦%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા      :   ૩,૩૭,૧૫,૮૧૫ કેસો

ભારત         :   ૨,૪૯,૬૫,૪૬૩ કેસો

બ્રાઝીલ       :   ૧,૫૬,૨૭,૪૭૫  કેસો

(3:19 pm IST)