મુખ્ય સમાચાર
News of Monday, 17th May 2021

૧૮૫ થી ૨૦૫ કિ.મી. ઝડપે આવી રહ્યું છે 'તૌકતે'

હવામાન વિભાગે મહાખતરાની ચેતવણી આપી

નવી દિલ્હી તા. ૧૭ : આઇએમડીએકહ્યું કે તૌકતેઆવતા ૨૪ કલાકમાં વધુ જીવલેણ સાબિત થશે. તે ૧૭ મેની સાંજ સુધી ગુજરાતના તટીય વિસ્તારમાં પહોંચી જશે. અને ૧૮ મેની સવારે પોરબંદરથી મહુવા વચ્ચેથી પસાર થઈને ગુજરાતમાંથી પસાર થશે. આ દરમ્યાનગુજરાતના તટીય જિલ્લા પોરબંદર, જૂનાગઢ, ગીર, સોમનાથ, અમરેલીમાં ૧ મીટર થી માંડીને ૩ મીટર ઉંચાઈ સુધી લહેરો ઉઠશે. ૧૮૫ થી ૨૦૫ કિ.મી. ઝડપે તૌકતે ગુજરાતમાં દસ્તક દેશે.

ગુજરાતનામુખ્યમંત્રી વિજય રૂપાણીએ ઉચ્ચ સ્તરીય બેઠકમાં તૈયારીઓની સમીક્ષા કરી. તેઓએ વાવાઝોડાથી પ્રભાવિત થવાની સંભાવના જિલ્લાની નજીક ૧૫૦૦ હોસ્પિટલોમાંથીઓકિસજન તેમજ વેન્ટિલેટરની જરૂરિયાતવાળા કોરોના દર્દીઓને નજીકના જિલ્લામાં મોકલવાનો આદેશ અપાયો.

તેના માટે રાજયના દરેક ભાગોમાંથી એડવાન્સ લાઇસ સપોર્ટ સિસ્ટમવાળીએમ્બ્યુલન્સ જામનગર, રાજકોટ, કચ્છ અને જૂનાગઠજિલ્લા માટેરવાના કરી દેવામાં આવી છે. હોસ્પિટલોને વીજળી અને ઓકિસજનનો બફર સ્ટોક રાખવાનાઆદેશ પણ આપવામાં આવ્યા છે. સાથે જ સેનાને પણ સતર્ક કરી દેવામાં આવી છે.

બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડાએ તટીય રાજયોના પક્ષ નેતાઓની સાથે વાવાઝોડા અંગે વાત કરી. નડ્ડાએ ટ્વીટમાં જણાવ્યુ કે ગોવા, મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, દમણ, દીવ અને ગુજરાતના પક્ષ સાંસદોવિધાયકો તેમજ સંગઠન પદાધિકારીઓની સાથે વર્ચ્યુઅલ બેઠક કરી છે. લોકોને સાવધાન રહેવાનું કહેવામાં આવ્યું છે અને રાહત કાર્યોમાંમદદ કરવા કહેવાયું છે.

એનડીઆરએફે રાહત બચાવ અભિયાન ચાલવામાટે તાઉતેવાવઝોડા પ્રભાવિત રાજયોમાં ૧૦૧ની ટિમોતૈનાત કરવામાં આવી છે. તેમાંથી ૭૯ ટીમોને ફિલ્ડમાં ઉતારવામાં આવ્યા છે. જયારે૨૨ ને રિઝર્વમાં રાખવામાં આવ્યા છે.

(3:16 pm IST)