મુખ્ય સમાચાર
News of Friday, 17th May 2019

રોજગારી પર સવાલ

PMOએ મંત્રાલયો - વિભાગો પાસે ખાલી પદોની વિગતો માંગી

૩૦ એપ્રિલ સુધી કેટલી જગ્યાઓ ખાલી છે ? મંગાઇ વિગતો

નવી દિલ્હી તા. ૧૭ :  આ સમયે કેન્દ્ર સરકારના કર્મચારી વડાપ્રધાન કાર્યાલયના નિર્દેશ પર અલગ અલગ મંત્રાલયો અને વિભાગોમાં ખાલી પદોના ડેટા એકઠા કરવામાં લાગ્યું છે. પીએમઓએ આ પગલું વિરોધીઓના એ સવાલ બાદ ભરાયું છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે, નરેન્દ્ર મોદીની સરકાર નવા રોજગારની તકો સર્જન કરવામાં અસફળ રહી છે, સાથે જ વર્તમાનમાં ખાલી પડેલા પદો પર નિમણૂક પણ કરવામાં નથી આવી રહી.

વડાપ્રધાન કાર્યાલયના આ નિર્દેશ બાદ મંત્રાલય અને વિભાગો પાસે આંતરિક સકર્યુલર જારી કરાયો છે અને ત્યાં પદોની સંખ્યા અને ખાલી પદોની માહિતી માગવામાં આવી છે. આ વખતે ૩ મેના રોજ અંડરસેક્રેટરી ફણી તુલસી દ્વારા જારી કરાયેલા સકર્યુલર મુજબ નાણા મંત્રાલયને સૂચિત કરાયું છે, કે જલદી આ સંબંધમાં PMO દ્વારા એક બેઠક રાખવામાં આવી છે જેમાં અલગ-અલગ વિભાગમાં ખાલી પદો પર ચર્ચા કરવામાં આવશે. જેમાં ૩૦ એપ્રિલ ૨૦૧૯ સુધી ખાલી અલગ-અલગ પદો વિશે માહિતી માગવામાં આવી છે.

આ બધાની વચ્ચે મિનિસ્ટ્રી ઓફ સ્ટેટેસ્ટિક એન્ડ પ્રોગ્રામ ઈમ્પિમેન્ટેશનના મંત્રી ડીવી સદાનંદ ગૌડા દ્વારા ગુરુવારે કહેવાયું કે, 'વડાપ્રધાન આ સમયે લોકસભાના કાર્યક્રમમાં વ્યસ્ત છે. મને નથી ખબર કે આવી કોઈ માહિતી એકઠી કરવામાં આવી રહી છે. મારા મંત્રાલયમાં લગભગ ૬ હજાર કર્મચારીઓ છે અને મે આવું કોઈ સકર્યુલર જોયું નથી.' આ પહેલા નોકરીઓ પર એનએસએસઓના ડેટા લીક થવાના મામલે પણ સદાનંદ ગૌડાએ સતત સરકારનો બચાવ કરી રહ્યા છે.

કેન્દ્રીય કર્મચારી મહાસંઘના અધ્યક્ષ કેકેએન કુટ્ટીએ કહ્યું, 'પાછલા ૫ વર્ષમાં આ સરકાર અમારી સાથે વાત જ નથી કરતી. આ સરકાર દ્વારા નેશનલ કાઉન્સિલની બેઠક ચૂંટણીની જાહેરાત થયા બાદ ૧૩ એપ્રિલે બોલાવાઈ હતી. સરકાર અમારી સાથે એ એજન્ડા પર વાત કરવા માગતી હતી જે અમે સરકાર બનાવતી વખતે ૫ વર્ષ પહેલા મોકલ્યું હતું.' કેન્દ્ર સરકારમાં ખાલી પદો અંગે તેમણે જણાવ્યું કે, આ કામમાં બે સમસ્યા છે. પહેલી કે સ્ટાફ સિલેકશન કમીશનને ખાલી જગ્યાઓ અંગે માહિતી આપવા માટે કોઈ યોગ્ય પગલું નથી ઉઠાવતું, અને બીજુ એસએસસી એટલા લોકોની ભરતી નથી કરી શકતું જેટલાની જરૂર છે.

કુટ્ટીએ કહ્યું, 'અલગ-અલગ વિભાગોમાં ૪૦-૫૦ ટકા પદો ખાલી છે. ઈન્કમટેકસ વિભાગમાં ૫૦ ટકા અને સીએજીમાં ૪૫ ટકા પદો ખાલી છે. આ તમામ પદો સરકાર દ્વારા સ્વીકૃત છે, પણ તેમાં ભરતી કરવામાં આવતી નથી. હવે આ વેકેન્સીનો ડેટા એકઠો કરવાનો રિપોર્ટ આ સમયે સામે આ્યો છે તો તેનો કોઈ મતલબ નથી.' આ મામલે વડાપ્રધાન કાર્યાયલમાં રાજય મંત્રી જિતેન્દ્ર સિંહ નિવેદન માટે ઉપસ્થિત નહોતા.

ઓલ ઈન્ડિયા ડિફેન્સ એમ્પ્લોયી ફેડરેશનના જનરલ સેક્રેટરી સી શ્રીકુમારે કહ્યું- 'જયારે આટલા વર્ષોમાં કશું નથી થયું તો હવે આ બધું કરવાની શું જરુર છે. ત્યાં સુધી કે ૧૩ એપ્રિલની બેઠકમાં પણ અમે કેબિનેટ સેક્રેટરી સમક્ષ આ મુદ્દો ઉઠાવ્યો હતો. એવું લાગે છે કે જયારે આ સરકાર ફરી સત્તામાં આવશે ત્યારે કેટલીક જાહેરાત કરવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે.' આ સંબંધમાં ઓલ ઈન્ડિયા રેલવેમેન ફેડરેશનના વર્કિંગ પ્રેસિડેન્ટ એન કન્હૈયાએ કહ્યું કે માત્રા રેલવેમાં જ આ સમયે ૩.૮ લાખ જગ્યા ખાલી છે, પણ સરકાર દ્વારા તેની ભરતી કરવા માટે કોઈ યોગ્ય પગલું ઉઠાવવામાં નથી આવી રહ્યું.

(12:10 pm IST)