મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

જીયો બનાવશે દેશમાં સૌથી મોટું ડિઝિટલ ઈન્ગેજમેંટ પ્લેટફોર્મ : સ્ક્રિન્જ સાથે કરાઈ વિશેષ પાર્ટનરશિપ

જીઓ સ્ક્રિન્જ દેશનું સૌથી મોટું મનોરંજન આધારિત ગેમિફિકેશનનું ઈન્ટિગ્રેટેડ પ્રોવાઈડર હશે : બ્રોડકાસ્ટર્સ અને દર્શકો વચ્ચે પણ વાતચીત થઈ શકશે

 

મુંબઈ :રિલાયન્સ જીયો દેશમાં સૌથી મોટું ડીઝીટલ ઈન્ગેજમેન્ટ પ્લેટફોર્મ બનાવવા તરફ જઈ રહી છે રિલાયન્સ જીયો ઈન્ફોકોમ લિમિટેડ (જીયો) ભારતીય બજાર માટે સ્ક્રિન્જ સાથે વિશેષ પાર્ટનરશિપની કરી છે. સ્ક્રિન્જ ઈરટેનમેંટ બેસ્ડ ઈંટરેક્ટિવિટી (મનોરંજનની સાથે લોકોને જોડવા)નું સૌથી મોટું પ્લેટફોર્મ છે. વિશ્વભરના તમામ મોટા બ્રોડકાસ્ટર્સ અને ઓનર્સ પ્લેટફોર્મનો પ્રયોગ કરી રહ્યા છે.

   જીઓના હાલના પ્લેટફોર્મથી ગેમ માટે જોડવામાં આવશે. જે વર્તમાનમાં ચાલી રહેલ ગેમ જીઓ ક્રિકેટ પ્લે અલોન્ગમાં જોવા મળી રહ્યું છે. આમાં અત્યાર સુધીમાં 6.5 કરોડથી વધારે લોકોએ ઈનરોલ કર્યું છે, અને સળંગ ગેમ રમી રહ્યા છે. જીઓ કોન બનેગા કરોડપતિ પ્લે અલોન્ગ દ્વારા જીઓ કેબીસીને દરેકના ઘર સુધી લઈ ગયું અને ગેમને દરેક સામાન્ય નાગરીક સુધી પહોંચાડી.

   એક્સક્લૂસિવ પાર્ટનરશિપ સાથે જીઓ સ્ક્રિન્જ દેશનું સૌથી મોટું મનોરંજન આધારિત ગેમિફિકેશનનું ઈન્ટિગ્રેટેડ પ્રોવાઈડર હશે. બોડકાસ્ટર્સ અને પબ્લિશર્સને લોકોને આકર્ષવા માટે જબરદસ્ત કંટેન્ટ બનાવવાનો મોકો આપશે. પ્લેટફોર્મ દ્વારા યૂજર લાઈવ, રિયલ-ટાઈમ મનોરંજન મામી શકશે. સાથે બ્રોડકાસ્ટર્સ અને દર્શકો વચ્ચે પણ વાતચીત થઈ શકશે.

જીઓ સ્ક્રિન્જ પ્લેટફોર્મની વિશેષતાઓ -

- પ્લેટફોર્મ દ્વારા બ્રોડકાસ્ટર્સ અને યૂઝર્સ ટીવી શો દરમ્યાન ક્વિજ, પોલ અને વોટિંગ માટે રિયલ ટાઈમમાં બંને તરફ સંવાદ કરી શકશે.

- ઈઝી ટુ યૂઝ કંટેન્ટ મેનેજમેંટ સિસ્ટમ પ્રોવાઈડ કરે છે, જે બ્રોડકાસ્ટર્સને કંટેન્ટ ડિઝાઈન ક્રિએટ કરવાનો જબરદસ્ત મોકો આપે છે.

- એંડ્રોયડ, આઈઓએસ અને જીઓ કાઈ-ઓએસને સપોર્ટ કરે છે અને આને એસડીકેની મદદથી કોઈ પણ ડિઝિટલ એપ પર ઈનેબલ કરી શકાય છે.

- ગૂગલ, ફેસબૂક અને ટ્વીટર જેવા અન્ય તમામ સોશિયલ પ્લેટફોર્મને સપોર્ટ કરે છે.

(12:23 am IST)