મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

દેશમાં રિટેલ સેકટરને ઉદ્યોગનો દરજ્જો મળવો હોઈએ : રોજગારીના સંદર્ભમાં મહત્વનું સ્થાન :વોલ-માર્ટ ઇન્ડિયા

ત્રણ વર્ષ માટે દરમહિને 10 લાખ નોકરી ઉભી કરવાની જરૂર :રિટેલ સેક્ટરમાં આવી તકની શ્રમતા

 

મુંબઈ : વોલ-માર્ટ ઇન્ડિયાના પ્રેસિડેન્ટ અને સીઇઓ કૃષ ઐયરે જણાવ્યું હતું કે ભારતમાં રોજગારીના સંદર્ભમાં રિટેલ સેક્ટર ખૂબ મહત્વનું સ્થાન ધરાવે છે, તેથી સેક્ટરને ઉદ્યોગનો દરજ્જો મળવો જોઈએ. ઐયર કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (સીઆઈઆઈ) રિટેલ કેનક્લેવને સંબોધી રહ્યા હતા ત્યારે તેમણે જણાવ્યું હતું કે કોમોડિટી અને સર્વિસ ટેક્સ (જીએસટી), લોન સુધારણા અને નાદારીના નિયમો અને માળખાકીય સુવિધાઓ પર જાહેર ખર્ચ, જેવા માળખાકીય સુધારાને કારણે, ભારત આકર્ષણનું કેન્દ્ર બની ગયું છે

   ઐયરે કહ્યું હતું કે, "જીએસટીની રજૂઆત સાથે, ભારત એક સીમા ધરાવતું રાષ્ટ્ર બની ગયું છે." ક્ષેત્રની શક્યતાઓ અંગે તેમણે જણાવ્યું હતું કે ભારતને આગામી ત્રણ વર્ષ માટે દર મહિને 10 લાખ નોકરીઓની તકો ઊભી કરવાની જરૂર છે, જેથી તમામ યુવાનો નોકરી મેળવી શકે અને રિટેલ સેક્ટરમાં આવી તકો ઊભી કરવાની ક્ષમતા છે.

(11:50 pm IST)