સાંગલીમાં 10 તોલાના સોનાના અસ્તરાથી દાઢી :લાગે છે લાંબી લાઈન :ચૂકવાય છે રૂ,200 :રામચંદ્ર કાશીદનું સલુન ચર્ચામાં
રામચંદ્રે સલૂનનું નામ પણ 'ઉસ્તરા 'રાખ્યું :કંઈક અલગ કરવાની ચાહનાએ સોનાનો અસ્તરો બનાવ્યો
મહારાષ્ટ્ર્ના સાંગલીમાં રામચંદ્ર કાશીદના એક નાનકડા સલુનમાં સોનાના અસ્તરાથી દાઢી કરવામાં આવે છે 18 કેરેટના 10 તોલા સોનાના આ અસ્તરાની કિંમત છે 3 લાખ રૂ. સલુનના માલિકે આ ખાસ અસ્તરો પુણેના એક કારીગર પાસે બનાવડાવ્યો છે.
આ સોનાના અસ્તરાથી દાઢી કરાવવા માટે રૂ,200 ચુકવવો પડે છે આ સલુનની બહાર લોકોની લાંબી લાઇન લાગે છે રામચંદ્ર કાશીદે પોતાના સલુનનું નામ પણ 'ઉસ્તરા' રાખ્યું છે.તેમણે જણાવ્યું છે કે આ સલુન તો જુનું હતું પણ એ એમાં કંઇક અલગ કરવાની ચાહના કારણે જ આ સોનાનો અસ્તરો બનાવવામાં આવ્યો હતો.
રામચંદ્ર જણાવે છે કે ત્રણ વર્ષના પ્રયાસ પછી તેણે પુણેના મિથુન રાણા પાસે દસ તોલાનો અસ્તરો બનાવ્યો. આ ખાસ અસ્તરાનું ઉદ્ઘાટન તેના માતા-પિતાની 33મી વેડિંગ એનિવર્સરીએ કરવામાં આ્વ્યું હતું. હાલમાં સાંગલી માર્કેટમાં રામચંદ્ર કાશીદના સલુનમાં દિવસેને દિવસે ભીડ વધી રહી છે અને લોકો પહેલાંથી એપોઇન્ટમેન્ટ લઇને જ હજામત કરાવવા આવે છે.