મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

અનિલ અંબાણીની આરકોમનો શેરમાં રોકેટગતિએ ઉછાળો : એક દિવસમાં 46 ટકા ઉછળ્યો:એરિક્સન સાથે સેટલેમન્ટ !!

 

મુંબઈ:કરોડોના દેવા હેઠળ દબાયેલી અનિલ અંબાણીની રિલાયન્સ કોમ્યુનિકેશનના શેરમાં એક દિવસમાં 46 ટકાનો જંગી ઉછાળો થયો છે  અનિલની કંપનીને સ્વિડિશ ટેલિકોમ ફર્મ એરિક્સનને 1154 કરોડ આપવાના નીકળે છે, અને હાલ કેસ પણ ચાલી રહ્યો છે જોકે, આરકોમ અને એરિક્સન વચ્ચે સેટલમેન્ટ માટે વાતચીત ચાલી રહી હોવાના અહેવાલ બાદ આરકોમના શેરમાં રોકેટ ગતિએ ઉછાળો જોવા મળ્યો હતો

   ગુરુવારે આરકોમના શેર 45.97 ટકાના વધારા સાથે 15.40 ના સ્તરે પહોંચ્યા હતા. જોકે, વર્ષમાં આરકોમનો શેર 60.52 ટકા ધોવાઈ ચૂક્યો છે આરકોમ અને એરિક્સન નેશનલ કંપની લૉ ટ્રિબ્યુનલ (NCLT)ને પોતાની વચ્ચે સેટલમેન્ટ માટે વાતચીત ચાલી રહી હોવાની માહિતી આપવાના છે, તેવો દાવો એક ન્યૂઝ ચેનલે કર્યો હતો.

   આરકોમના માથે 7 અબજ ડોલરનું દેવું છે. આરકોમ પોતાની એસેટ્સ જિયોને વેચીને દેવું ભરવા માગે છે. જોકે, એરિક્સને પોતાને લેવાના નીકળતા 1154 કરોડ આરકોમે ચૂકવતા કેસ કર્યો હતો, અને આરકોમ જ્યાં સુધી પોતાની બાકી રકમ આરકોમ ચૂકવે ત્યાં સુધી તે પોતાની એસેટ્સ પણ વેચી શકે તેવો કોર્ટમાંથી સ્ટે મેળવી લીધો હતો. હવે જો એરિક્સન અને આરકોમ વચ્ચે સેટલમેન્ટ થઈ જાય તો કેસ પાછો ખેંચાઈ જાય અને આરકોમ માટે પોતાની એસેટ્સ વેચી દેવું ચૂકતે કરવાનો રસ્તો સાફ થઈ જાય. શક્યતાને આધારે આરકોમનો શેર વધ્યો છે.

   જંગી દેવાના ભાર હેઠળ દબાયેલી આરકોમે પોતાનું કામકાજ પણ સમેટી લીધું છે. તેના પર બેંકોની પણ કરોડોની લોન ચૂકવવાની બાકી છે. કંપની પોતાની એસેટ્સને જિયોને વેચી તેમાંથી જે રકમ મળે તેનાથી દેવું ચૂકતે કરવાની હતી, પરંતુ એરિક્સનને કારણે તે પોતાની મિલકતો વેચી નહોતી શકતી.

(10:08 pm IST)