ફિરંગી દુલ્હને લગ્નના દિવસે જ આપી સરપ્રાઇઝ: દુલ્હાએ કર્યું ન ધાર્યું હોય એવું : વિડીયો કર્યો શેર
નવી દિલ્હી:લગ્નનો દિવસ દરેક યુવક અને યુવતી માટે ખાસ હોય છે નવદંપતીઓ આ દિવસે કોઈને કોઈ પ્લાનિંગ કરતા હોય છે.દરેક વ્યક્તિના દિલમાં પોતાના લગ્ન માટે કોઈને કોઈ અરમાન હોય છે.હાલમાં જ આવા એક લગ્ન વખતે ફિરંગી દુલ્હને એક ખાસ ડાન્સ કરીને દુલ્હાને સરપ્રાઇઝ આપીને પોતાના લગ્નને યાદગાર બનાવી દીધા છે.
યુ ટ્યૂબ પર @ladygypsyfilmsએ એવી દુલ્હનનો વીડિયો શેયર કર્યો છે જેમાં દુલ્હને પોતાના લગ્નમાં સરપ્રાઇઝ ડાન્સ પર્ફોમન્સ કરીને દુલ્હાનું દિલ જીતી લીધું હતું. દુલ્હા માટે આ ડાન્સ એક સરપ્રાઇઝ હતો. દુલ્હો આ ડાન્સ જોઈને એટલો ખુશ થઈ ગયો કે તેણે દુલ્હનને ઉંચકી લીધી હતી.
આ વીડિયો લેડી જિપ્સી વીડિયોગ્રાફર ટીમ દ્વારા શેયર કરવામાં આવ્યો છે. વીડિયોમાં દુલ્હન સંજય લીલા ભણસાલીની 'બાજીરાવ મસ્તાની'ના 'નજર જો તેરી લાગી' અને 'ગોલિયોં કી રાસલીલા : રામલીલા'ના ગીત 'ધિનધડાક ધિન ધડાક' પર ડાન્સ કરી રહી છે.