મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં યેદિયુરપ્પા મુખ્યમંત્રી બનતા હાર્દિક લાલઘૂમ કોંગ્રેસે આવુ કર્યુ હોત તો કર્ણાટક સળગાવી દેત

૪ રાજયોમાં વધુ બેઠકો છતાં કોંગ્રેસ સરકાર નથી બનાવી શકીઃ કોંગ્રેસની ઇમાનદારી અને સંવૈધાનીક વિચાર પર ગર્વઃ હાર્દિક પટેલ

બેંગ્લોર, તા., ૧૭: કર્ણાટકમાં મુખ્યમંત્રી પદે યેદિયુરપ્પાની શપથવિધિ થતા ગુજરાત પાટીદાર અનામત આંદોલન સમીતીના કન્વીનર હાર્દિક પટેલ લાલઘૂમ થઇ તિવ્ર પ્રતિક્રીયા આપી છે.

હાર્દિક પટેલે કહયું છે કે, યેદિયુરપ્પા મુખ્યમંત્રીના શપથ લીધા. આજે મને કોંગ્રેસની ઇમાનદારી અને સંવૈધાનીક વિચારશૈલી ઉપર ગર્વ છે. કોંગ્રેસને બેઇમાની કરતા નથી આવડતું તેથી ચાર રાજયોમાં વધુ બેઠકો હોવા છતા સરકારની રચના નથી કરી. કર્ણાટકમાં ભાજપે જે કર્યુ તે કોંગ્રેસે કર્યુ હોત તો ભાજપ રાજયોમાં હિંસાની આગમાં હોમી દેત. હાર્દિક પટેલે ટવીટ કરીને કહયું છે કે, કર્ણાટકમાં ભાજપે જે કર્યુ છે તે કોંગ્રેસે કયું હોત તો કર્ણાટકમાં હિંસાની આગમાં હોમી દીધુ હોત.

હાર્દિક પટેલે વધુમાં જણાવ્યું છે કે, કર્ણાટકમાં જે થઇ રહયું છે તે દેશ માટે ઘાતક છે. કર્ણાટકમાં ન સંવિધાન ન રાજયપાલ ન કોર્ટ ન જનતાનો મતને બદલે બધા મરજી મુજબ મનમાની કરે છે. સતાની લાલસા અને તાનાશાહી ઇરાદા દેશને પાછળ ધકેલી દેશે.

(4:41 pm IST)