મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

PNB કૌભાંડઃ CBIએ દાખલ કરી ત્રણ દિવસમાં બીજી ચાર્જશીટ

નવી દિલ્હી તા. ૧૭ : નીરવ મોદીએ પીએનબી સાથે કરેલા ફ્રોડના કેસમાં સીબીઆઈએ ત્રીજી સપ્લિમેન્ટરી ચાર્જશીટ દાખલ કરી છે. જેમાં મેહૂલ ચોકસીનું નામ શામેલ કર્યું છે. સીબીઆઈએ આરોપ મૂકયો છે કે પીએનબીના ગોકુલનાથ શેટ્ટીએ ગેરરીતિ કરીને એસઓયુ આફીને મેહૂલ ચોકસીની કંપની પાસેથી રુપિયા ૧ કરોડ મેળવ્યાં હતાં.

૧૩,૦૦૦ કરોડના આ કૌભાંડમાં સીબીઆઈ દ્વારા ત્રણ દિવસમાં આ બીજી ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે. આ ચાર્જશીટમાં ચોકસી ફરકાંત અન્ય ૧૭ નામનો ઉલ્લેખ છે. સીબીઆઇની પહેલી ચાર્જળીટમાં મુખ્ય આપી નીરવ મોદી તેના ભાઇ નિશાલ મોદી અન તેની કંપનીના એકિઝકયૂટિવ સુભાષ પરબની ભૂમિકાનો ઉલ્લેખ છે.

સીબીઆઈ દ્વારા મૂકાયેલી ચાર્જશીટમાં આરોપીઓ પર આપરાધિક ષ્ડયંત્ર, છેતરપિંડી, અને પ્રિવેન્શન ઓફ કરપ્શન એકટની જોગવાઇઓ હેઠળ આરોપ લગાવવામાં આવ્યાં છે.(૨૧.૬)

(11:50 am IST)