ગુજરાતથી લશ્કરે તૈયબાનો શંકાસ્પદ સભ્ય પકડાયો
મુંબઈ તા. ૧૭ : કોલકાતાની સ્પેશિયલ ટાસ્ક ફોર્સ સાથે જોઇન્ટ ઓપરેશન હાથ ધરીને ૩૨ વર્ષના શંકાસ્પદ આતંકવાદીને જોગેશ્વરી વિસ્તારથી પકડી પાડનારી મહારાષ્ટ્ર એન્ટિ ટેરરિઝમ સ્કવોડે (એટીએસ) હવે ગાંધીધામથી યુવકની ધરપકડ કરી હતી. પકડાયેલો યુવક દુબઇમાં રહેનારા હેન્ડલરના સંપર્કમાં હતો અને તે શંકાસ્પદ આતંકવાદીને વિસ્ફોટકો-શ સ્ત્રો પૂરા પાડવામાં મદદ કરવાનો હતો. આ યુવક લશ્કરે તૈયબાનો આતંકી હોવાની શંકા એટીએસને છે.
એટીએસે બુધવારે ધરપકડ કરેલા યુવકની ઓળખ અલ્લારખા અબુબકર મન્સૂરી (૩૨) તરીકે થઇ હોઇ અદાલતે તેને ૨૫ મે સુધી પોલીસ કસ્ટડી ફટકારી હતી. અલ્લારખા અને જોગેશ્વરીનો ફૈઝલ હસન મિર્ઝા (૩૨) સગા હોઇ તેઓ દુબઇના હેન્ડલર ફારુક દેવડીવાલાના સતત સંપર્કમાં હતા, એવું પૂછપરછમાં જાણવા મળ્યું હતું.(