મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

૪ આદિવાસી યુવાનોનું અપ્રતિમ સાહસ : એવરેસ્ટનું સફળ ચઢાણ

મુંબઇ તા. ૧૭ : મહારાષ્ટ્રના ચાર આદિવાસી વિદ્યાર્થીઓએ માઉન્ટ એવરેસ્ટ સર કરવામાં સફળતા મેળવી છે. મનિષા ધ્રુર્વે, પ્રમેશ આળે, ઉમાકાંત મડવી, કવિદાસ કાતમોડે નામના ચંદ્રપુર જિલ્લાના આદિવાસી વિદ્યાર્થીઓએ સફળતા મેળવી છે.

 

એકાત્મિક આદિવાસી પ્રકલ્પ ચંદ્રપુર, જિલ્લા પ્રશાસન ચંદ્રપુર અને આદિવાસી વિકાસ વિભાદના આદિવાસી વિદ્યાર્થીઓમાં રહેલા નૈસર્ગિક સાહસિકપણાને પ્રોત્સાહન આપવા મિશન શૌર્ય હેઠળ આ ચારેય વિદ્યાર્થીઓ રવાના થયા હતા. જુલાઇ ૨૦૧૭થી ટ્રેનિંગ ચાલુ હતી. દાર્જિલિંગ લેહ લદ્દાખમાં તેમને માઉન્ટેનિયરીંગની ટ્રેનિંગ આપવામાં આવી હતી. ગત મહિને ૧૧ એપ્રિલના રોજ તેણો મુંબઇથી કાઠમંડુ રવાના થયા હતા. મિશન પર જવા પૂર્વે તેમણે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને રાજ્યપાલ વિદ્યાસાગર રાવની શુભેચ્છા લીધી હતી. તેમની સાથે ૧૫ શેરપા એક નિષ્ણાંત ડોકટર સહભાગી હતા.(૨૧.૧૨)

 

 

(2:23 pm IST)