મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

કેન્દ્રનો પ્રયોગ નિષ્ફળઃ કાશ્મીરમાં સેના પર હુમલો

રમઝાનમાં યુધ્ધવિરામની મોદી સરકારે ઘોષણા કર્યાના દોઢ કલાકમાં ત્રાસવાદીઓ ત્રાટકયાઃ રાજનાથસિંહનો મેહબુબાને સંદેશ-આતંકીઓ કાબૂમાં નહિ રહે તો જવાનો કાર્યવાહી કરશે

શ્રીનગર તા.૧૭: કાશ્મીરમાં શાંતિ માટે કરેલા પ્રયોગ શ્રણવારમાં નિષ્ફળ ગયો હોય ઓપરેશન સ્થગિત કરવા મોદી સરકારે નિર્ણય લીધાના દોઢ કલાકમાં જવાનો પર ત્રાસવાદીઓએ હુમલો કર્યો હોવાના અહેવાલ દૈનિક ભાસ્કરે આપ્યા છે

કેન્દ્ર સરકારના શાતિના નિર્ણય બાદ દોઢ કલાકમાં શોપિયામાં ત્રાસવાદીઓએ સૈન્ય પર હુમલો કર્યો છે. હજુ ગોળીબારો ચાલુ છે

આ અંગે ગૃહમંત્રી રાજનાથસિંઘે કાશ્મીરના મુખ્યમંત્રી મુફતોને સંદેસ આપ્યો છે કે, હુમલા ચાલુ રહેશે તો જવાનો પણ વળતા પ્રહાર કરશે. ગૃહ મંત્રાલએ ટ્વીટ કરીને જણાવ્યું છે કે, આંતક અને ભય ફેલાવીને ઇસ્લામને ખરાબ કરનારાને ઇસ્લામથી અલગ કરવા જરૂરી છે સરકાર શાંતિ માટે પહેલ કરે છે તેનું કારણ એછે કે, મુસ્લિમ ભાઇઓ-બેહેનો શાંતિ-ઉત્સાહ સાથે રમઝાન મનાવી શકે...

લાગે છે કે, કાશ્મીરમાં યુધ્ધવિરામ નિર્ણય લાંબો સમય સફળ નહિ રહે.(૭.૯)

(11:00 am IST)