મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

આરકોમ સામે બેંકકરપ્સીની કાર્યવાહી કરવા ઇનસોલ્વન્સી ટ્રાઇબ્યુનલનો આદેશ

મુંબઇ : રીલાયન્સ કોમ્યૂનિકેશન-આરકોમ સામે બેન્કરપ્સીની કાર્યવાહી શરૂ કરવાનો ઇનસોલ્વન્સી ટ્રાઇબ્યૂનલે આદેશ આપ્યો છે. અનિલ અંબાણીની માલિકીની આ ટેલિકોમ કંપનીને તેમના ભાઇ મુકેશ અંબાણીની રીલાયન્સ જિઓ ઇન્ફોકોમને 18,000 કરોડ રૂપિયામાં વેચવામાં આ કારણે મુશ્કેલી સર્જાશે
  .એનસીએલટીની મુંબઇ બેન્ચની 8 મહિના ચાલેલી કાનૂની લડાઇ બાદ આરકોમ અને તેની સબસિડિયરીઝ વિરુદ્ધ સ્વીડનની ટેલિકોમ ગિયર કંપનીમાં એરિક્શનની ત્રણ અરજીઓ સ્વીકારી લેવાઇ છે. એરિક્શનના આકરોમ પાસેથી આશરે 1,150 કરોડ જેટલી રકમ લેવાની બાકી છે, જે વસૂલવા આ અરજીઓ કરી હતી. આ સાથે એરસેલ બાદ બેન્કરપ્સી કાર્યવાહીમાં જવાવાળી બીજી કંપની આરકોમ બની ગઇ છે. જોકે આ નિર્ણય વિરુદ્ધ આરકોમ નેશનલ કંપની લૉ અપિલેટ ટ્રાઇબ્યૂનલમાં અપીલ કરી શકે છે.
   દેવું ચૂકવવા માટે થઇને ગત વર્ષે આરકોમે જિઓ સાથે પોતાના સ્પેકટ્રમ, ટાવર્શ, ફાઇબર અને સ્વિચિંગ નોડ્ઝ વેચવાની ડીલ સાઇન કરી હતી. હવે આ ડીલ અટકી જવાની સંભાવના છે. જેને કારણે મુકેશ અંબાણી પણ પોતાના ભાઇને મદદ નહીં કરી શકે તેવી સ્થિતિ સર્જાઇ ગઇ છે.

(12:00 am IST)