મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

કર્ણાટકમાં ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણથી કોંગ્રેસ વિફરી : મામલો લઈને રાષ્ટ્રપતિ સમક્ષ જશે કે કોર્ટમાં પડકારાશે: બે વિકલ્પ

બહુમત કોંગ્રેસની સાથે છે તેથી કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ.

નવી દિલ્હીઃ કર્ણાટકના ભાજપને સરકાર બનાવવાનું આમંત્રણ મળ્યા બાદ કોંગ્રેસ વિફરી છે કોંગ્રેસે તેને અયોગ્ય પગલું ગણાવ્યું છે. કોંગ્રેસના નેતાઓએ પત્રકાર પરિષદ કરી કહ્યું કે, અમને જાણવા મળ્યું કે રાજ્યપાલે ભાજપને સરકાર બનાવવાનો મોકો આપ્યો છે

   ઘટનાક્રમ બાદ કોંગ્રેસ નેતા કપિલ સિબ્બલે કહ્યું કે, તેમની પાસે બે વિકલ્પ છે. તે મામલાને લઈને રાષ્ટ્રપતિ પાસે જશે અથવા કોર્ટમાં જશે. પાર્ટી નેતા વિશે વિચાર કરશે કે કયું પગલું ભરવામાં આવે

   બીજીતરફ કર્ણાટકમાં બાજર પાર્ટીના સીનિયર નેતા અશોક ગેહલોતે કહ્યું કે, રાજ્યપાલ પર ભાજપ અધ્યક્ષ અને પીએમનો દબાવ છે. તેમણે આરોપ લદાવ્યો કે, કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળા દબાવમાં કામ કરી રહ્યાં છે. ગેહલોતે કહ્યું કે, ભાજપ અધ્યક્ષ ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં મળેલા પરાજયનો બદલો લેવાની ભાવનાથી કામ કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે, બહુમત કોંગ્રેસની સાથે છે તેથી કોંગ્રેસને સરકાર બનાવવા માટે આમંત્રણ આપવું જોઈએ. 

(12:00 am IST)