મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

ભારતીય ઉદ્યોગપતિનું કોમી અેકતાનું પ્રેરક કાર્યઃ ખ્રિસ્‍તી ધર્મને માનતા યુઅેઇના ચેરિયને પોતાના મજુરો માટે મસ્જિદનું નિર્માણ કરીને રમઝાન મહિનાની ભેટ આપી

નવી દિલ્હીઃ મૂળ ભારતીય અને યુઅેઇમાં ઉદ્યોગ ક્ષેત્રમાં કાર્યરત ખ્રિસ્‍તી સમાજના ઉદ્યોગપતિઅે પોતાના મજૂરો માટે મસ્જિદનું નિર્માણ કરીને રમઝાન મહિનામાં તેની ભેટ આપી છે.

તેમણે સેંકડો મજૂરો માટે રમજાનના અવસરે મસ્જિદનું નિર્માણ કરાવીને ભેટ આપી છે. તેમણે કાર્યકર્તા આવાસમાં રહેતા મુસ્લિમ શ્રમિકો માટે મસ્જિદનું નિર્માણ કરાવ્યું. મસ્જિદનું નિર્માણ અલ હેલ ઔદ્યોગિત ક્ષેત્રમાં ઈસ્ટ વિલે રિયલ એસ્ટેટ પરિસરમાં 1.3 મિલિયન દિરહામ એટલે કે 2.4 કરોડ રૂપિયાના ખર્ચે કરાવવામાં આવ્યું છે.

કેરળના નાનકડા ગામ કાયમકુલમના રહીશ ચેરિયને થોડા સમય પહેલા કેટલાક વર્કર્સને ટેક્સી કરીને પાસેની મસ્જિદમાં જતા જોયા હતાં. ત્યારબાદ તેમણે આ મજૂરો માટે મસ્જિદ બનાવવાનો ફેસલો લીધો. વિગતો મુજબ કેટલાક મજૂરો 20 દિરહામ એટલે કે 369 રૂપિયા ખર્ચ કરીને ફુજૈરાહ સિટી એટલે કે બીજા ઈન્ડસ્ટ્રિલ એરિયામાં જૂમ્માની નમાજ અદા કરવા જતા હતાં. ગલ્ફ ન્યૂઝના અહેવાલ મુજબ ચેરિયને નક્કી કર્યું કે મજૂરો માટે એક મસ્જિદ બનાવવી. જેનાથી મજૂરોને ખુશી મળશે.

ચેરિયનના જણાવ્યાં મુજબ મસ્જિદ હવે સંપૂર્ણ રીતે બનીને તૈયાર થઈ ગઈ છે. ફુજૈરાહમાં Awqafને એ જાણીને આશ્ચર્ય થયું કે ચેરિયન એક ખ્રિસ્તી છે અને મસ્જિદ બનાવવા માંગે છે. તેમણે પોતાના તરફથી પૂરેપૂરી મદદનું આશ્વાસન આપ્યું અને મફત વીજળી અને પાણી આપવાનું વચન પણ આપ્યું. જો કે ચેરિયને કોઈ પણ મદદ લીધી નથી.

ચેરિયનના જણાવ્યાં મુજબ જ્યારે મસ્જિદની ચર્ચા શરૂ થઈ તો અનેક લોકોએ ડોનેશન અને કેશ ઓફર કરી. આ ઉપરાંત કેટલાક લોકોએ કન્સ્ટ્રક્શન સાથે જોડાયેલી ચીજો આપવાની વાત કરી. પરંતુ તેમણે ખુબ વિનમ્રતાથી તમામ ઓફરોને ફગાવી દીધી. હકીકતમાં ચેરિયન પોતાના ખર્ચે આ મસ્જિદનું નિર્માણ કરાવવા માંગતા હતાં.

ચેરિયનના જણાવ્યાં મુજબ એકબાજુ જ્યાં લોકો ધર્મ, જાતિના નામે એકબીજાના ગળા કાપી રહ્યાં છે ત્યાં આ પ્રકારના કામ માનવતામાં અમને વિશ્વાસ હતો. અમને વિશ્વાસ હતો કે લોકો હજુ પણ પ્રેમ, શાંતિ અને સદભાવ ઈચ્છે છે અને બાકીના બધાથી ઉપર માનવતાને જુએ છે.

ચેરિયને મસ્જિદને મરિયમ ઉમ ઈસા (જીસસના માતા મેરી)નું નામ આપ્યું. જો કે 2017થી અગાઉ અબુધાબીની આ મસ્જિદનું નામ શેખ ઝાયદ મસ્જિદ હતું. મરિયમ ઉમ ઈસાને દુનિયાની ત્રીજી સૌથી મોટી મસ્જિદ કહેવાય છે. 2017માં બનીને તૈયાર થએલી આ મસ્જિદ લગભગ 12 હેક્ટર એટલે કે 30 એકરના વિસ્તારમાં બનેલી છે. ઈટલીની કંપની ઇઁપ્રેગિલોએ બનાવી છે. આ મસ્જિદમાં હાથી બનાવેલું દુનિયાનું સૌથી મોટુ કાલીન છે. કાલીનને ઈરાનમાં બનાવવામાં આવ્યું. તેના પર બેસીને એક સાથે 40,000 લોકો નમાજ અદા કરી શકે છે. મસ્જિદમાં લાગેલા ઝૂમ્મર જર્મનીથી આવ્યાં છે. જેમાં લાખોની માત્રામનાં ક્રિસ્ટલનો ઉપયોગ થયો છે. મસ્જિદમાં અલ્લાહના 99 નામ કિબિલા પર લખેલા છે.

(12:00 am IST)