મુખ્ય સમાચાર
News of Thursday, 17th May 2018

મ્યાનમારના શાન રાજ્યમાં સેના અને વિદ્રોહી વચ્‍ચે ઘર્ષણઃ ૧૯ના મોતઃ ડરના માર્યા અનેક લોકો ઘર છોડીને હિજરત કરી ગયા

મ્‍યાનમારઃ મ્‍યાનમારમાં વિદ્રોહીઓ અને સેના વચ્‍ચે ઘર્ષણ થતા ૧૯ વ્‍યકિતના મોત નિપજ્યા હતાં. જ્યારે ડરના માર્યા અનેક લોકો હિજરત કરીને જતા રહ્યા છે.

શાન રાજ્યમાં સેના અને સ્થાનિક વિદ્રોહી ગ્રૂપ વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યું છે જેમાં અત્યારસુધીમાં 19 લોકોનાં મોત થયા છે, સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશની સરદહે પણ હિંસા વધી રહી છે. સેના અને સ્થાનિક સૂત્રોનું કહેવું છે કે છેલ્લા થોડા વર્ષમાં સરહદી વિસ્તારમાં ઘર્ષણનું પ્રમાણ વધી ગયું છે. હિંસાને કારણે અહીં હજારો લોકો ઘર છોડી હિજરત કરવા મજબૂર થયા છે.

હ્યુમન રાઇટ્સના કાર્યકર્તાઓએ જણાવ્યું કે ચીનની સરહદ નજીક આવેલા ઉત્તર મ્યાનમારમાં જાન્યુઆરી મહિનાથી રમખાણો ચાલી રહ્યાં છે, દુનિયા સમક્ષ આ ઘટના ન આવી તેની પાછળનું કારણ હતું મ્યાનમારના પશ્ચિમ વિસ્તારમાં રોહિંગ્યા સંકટ. શનિવારની હિંસા સેના અને તાઅંગ નેશનલ લિબરેશન આર્મી ટીએનએલએ વચ્ચે થઇ હતી. TNLA ઉત્તરમાં પોતાની આઝાદી માટે સરકાર સામે પડ્યા છે.

દેશમાં ચાલી રહેલા હિંસાત્મક વાતાવરણને કારણે હજારોની સંખ્યામાં નિર્દોષો ગામ છોડવા મજબૂર થયા છે, એક તરફ તેઓને આઝાદીની માગ કરી રહેલા વિદ્રોહીઓ તરફથી પરેશાન કરવામાં આવી રહ્યાં છો તો બીજી તરફ સરકાર તરફથી તેઓને કોઇ મદદ નથી મળી રહી છે જેના કારણે તેઓ નાછૂટકે ઘર છોડી સુરક્ષિત સ્થળે જવા મજબૂર થયા છે. સંયુક્ત રાષ્ટ્રના માનવાધિકાર મામલાના પ્રમુખ માર્ક કટ્સે આ અંગે કહ્યું હતું કે મ્યાનમારના ઉત્તરમાં સ્થિત રાજ્ય કચીનથી 4000થી વધુ લોકો ચીન તરફ હિજરત કરી ગયા છે. જો કે આ આંકડો સરકાર ન હોવાથી વધુ હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. સ્થાનિક રિપોર્ટ પ્રમાણે આ આંકડો 15 હજારની આસપાસ હોઇ શકે છે.

(12:00 am IST)