મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

ઇઝરાયલએ કોરોનાને મ્હાત કર્યો :કાલથી માસ્ક પહેરવું ફરજીયાત નહીં : સોમવારથી શાળાઓ પણ શરૂ થશે

ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી : આગામી દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવાશે

નવી દિલ્હી : ઈઝરાયલના હેલ્થ મિનિસ્ટર યુલી એડલ્ટીસ્ટીને જણાવ્યું કે રવિવારથી ઈઝરાયલવાસીઓએ માસ્ક પહેરવાની કોઈ જરુર નથી. તેઓ માસ્ક વગર બહાર ગમે ત્યાં હરી ફરી શકે છે. ઈઝરાયલના આઝાદીના દિવસના અવસરે એક સ્ટેટમેન્ટ જારી કરતા મંત્રીએ જણાવ્યું કે સરકારે લોકો પરના હેલ્થ નિયમો ઉઠાવી લીધા છે જે અનુસાર લોકોએ હવે માસ્ક નહીં પહેરવું પડે.

દુનિયામાં ઈઝરાયલ એકમાત્ર એવો દેશ છે કે જ્યાં સૌથી વધારે 61 ટકા રસીકરણ કરાયું છે. ઈઝરાયલના ટોચના નિષ્ણાંતોએ જણાવ્યું કે ઈઝરાયલે હર્ડ ઈમ્યુનિટી મેળવી લીધી છે અને આગામી દિવસોમાં બીજા પણ પ્રતિબંધો ઉઠાવી લેવામાં આવશે. સોમવારથી દેશમાં શાળાઓ પણ શરુ થઈ રહી છે. ટચૂકડા દેશ ઈઝરાયલે આ મોટી સિદ્ધી હાંસલ કરી છે. એક બાજુ ભારતમાં જ્યારે ફક્ત 7 ટકા જ રસીકરણ થઈ શક્યું છે ત્યારે નાના દેશ ઈઝરાઈલે કેટલી મોટી સિદ્ધી મેળવી છે તે સ્પસ્ટ જોઈ શકાય છે.

ઇઝરાયેલમાં કોરોના મહામારી પૂર્ણતાને આરે છે. ગુરુવારે અહીં કોરોનાના ફક્ત 91 કેસ નોધાયા હતા. આખા ઈઝરાયલમાં કોરોનાને કારણે ફક્ત 6314 લોકોના જ મોત થયા છે. કુલ 2945 એક્ટિવ કેસ છે જેમાંથી 209 દર્દીઓની હાલત ગંભીર છે. 

(11:01 pm IST)