મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

કોરોના સંક્રમિત દર્દીઓને મોટી રાહત : રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી 7 ફાર્મા કંપનીઓએ ભાવ ઘટાડ્યા

.હવે રેમડેસિવિર ઇન્જેક્શન 899 રૂપિયાથી લઇને 3490 રૂપિયા સુધી મળી શકશે.: જાણો કઈ કંપનીનો કેટલો ભાવ ?

નવી દિલ્હી : દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ છે. કોરોના સંક્રમિત દર્દીઓ માટે જરૂરી રેમડેસિવિર ઇન્જેક્શનની અછત સર્જાઇ છે ત્યારે કેટલીક કંપનીઓ મનફાવે તેવો ભાવ વસુલી રહી હતી. જોકે, હવે રાહતના સમાચાર સામે આવ્યા છે. રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી 7 ફાર્મા કંપનીઓએ પોતાની કિંમતમાં ભારે ઘટાડો કર્યો છે

કેન્દ્ર સરકારની મધ્યસ્થી બાદ રેમડેસિવિર ઇન્જેક્શન બનાવતી ફાર્મા કંપનીઓએ કિંમતમાં ભારે કાપ મુક્યો છે. જરૂરીરિયાત મંદ લોકોને મોટી રાહત મળી છે.હવે રેમડેસિવિર ઇન્જેક્શન 899 રૂપિયાથી લઇને 3490 રૂપિયા સુધી મળી શકશે.

કેડિલા રેમડેસિવિર ઇન્જેક્શનના 2800 રૂપિયા લેતી હતી જે હવે ઘટીને 899 રૂપિયા કરવામાં આવ્યા છે. જ્યારે સીપલાના ભાવમાં પણ 1 હજાર રૂપિયાનો ઘટાડો કરવામાં આવતા હવે રેમડેસિવિર ઇન્જેક્શન 3000 રૂપિયામાં મળી શકશે.

(6:25 pm IST)