મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

મધ્‍ય પ્રદેશના શિવપુરીમાં 5 દિવસના લોકડાઉનની જાહેરાત હોવા છતાં ગુટખાની ખરીદી માટે લોકોએ લાઇન લગાવતા પોલીસનો લાઠીચાર્જ

ભોપાલ: મધ્ય પ્રદેશના શિવપુરીમાં 5 દિવસનું લૉકડાઉન જેવો કરર્ફ્યૂ શરૂ થઇ ગયો છે. એવામાં કેટલાક લોકો એવા પણ જેમણે કરર્ફ્યૂથી કોઇ ફરક પડતો નથી. 5 દિવસમાં કરર્ફ્યૂમાં ગુટખાના તલબી લોકોએ સોશિયલ ડિસ્ટસિંગ ના રાખતા ગુટખા ખરીદવા માટે લાઇન લગાવી હતી. જે બાદ પોલીસને જાણ થતા પોલીસ ઘટનાસ્થળે પહોચી હતી અને લાઠીચાર્જ કર્યો હતો.

આ ઘટના મધ્ય પ્રદેશના શિવપુરીની શંકર કોલોનીમાં બની હતી, જ્યા એક કરિયાણાની દુકાન પર લાંબી સંખ્યામાં લોકો ગુટખા લેવા માટે આવ્યા હતા. લાંબી લાઇન જોઇને એક વ્યક્તિએ પોલીસને ફોન કરીને તેની જાણ કરી હતી. પોલીસને આવતા જોઇ લોકો દુકાનમાં ઘુસી ગયા હતા. પોલીસે દુકાનની અંદર ઘુસીને લોકને બહાર કાઢ્યા હતા અને લાઠીચાર્જ કર્યો હતો.

પોલીસે દુકાનનું શટર ખોલાવીને લોકોને બહાર કાઢ્યા હતા અને તેમની પર દંડાવાળી કરી હતી. આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. વીડિયોમાં એક તરફ ગુટખા ખરીદવા માટે લોકો લાંબી લાઇન લગાવીને ઉભા છે બીજી તરફ પોલીસ આવા લોકોને દંડા મારતી જોવા મળી રહી છે.

શિવપુરી-ગ્વાલિયરમાં વધી રહ્યુ છે કોરોના સંક્રમણ

મધ્ય પ્રદેશના શિવપુરીમાં શુક્રવારે 162 કોરોનાના પોઝિટિવ કેસ નોંધાયા હતા. દતિયામાં 96, મુરૈનામાં 66, શ્યોપુરમાં 57 અને ભિંડમાં 30 કોરોના સંક્રમિત મળ્યા છે. બીજી તરફ બુંદેલખંડના છત્તરપુરમાં 292, ટીકમગઢમાં 144 અને નિવાડીમાં 20 લોકો કોરોના સંક્રમિત મળ્યા છે.

(5:30 pm IST)