મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

લોકડાઉનમાં હજારો લોકોની મદદ કરીને મસીહા બનેલા અભિનેતા સોનુ સુદને પણ કોરોનાઃ ટ્‍વીટ કરીને મદદ ન કરી શકતો હોવાનો અફસોસ વ્‍યક્‍ત કર્યો

મુંબઇઃ લોકડાઉન દરમિયાન હજારો લોકોની મદદ કરી મસીહા બનેલા એકટર સોનૂસૂદ પણ કોરોના સામે લાચાર થઇ ગયો. લોકોની મદદ કરતા કરતા તે પણ કોરોના પોઝિટિવ થઇ ગયો. સોનૂસૂદે ટ્વીટ કરી આ અંગેની માહિતી આપી કે આજે સવારે તેનો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો, તે પહેલેથી ઝ ક્વોરન્ટાઇન થઇ ગયો છે અને પુરતી કાળજી રાખી રહ્યો છે. પરંતુ ગભરાવવાની જરુર નથી.

બોલીવૂડ એક્ટર સોનૂસૂદ ગત વર્ષે લોકડાઉનના સમયમાં અસરગ્રસ્તો ખાસ કરીને પ્રવાસી મજૂરોની મદદ કરી તેમના માટે ભગવાન બની ગયો હતો. પરંતુ કોરોનાની બીજી લહેર સામે સોનૂ પોતે પણ લાચાર બની ગયો છે. પોતાને પણ ચેપ લાગ્યો હોવાની ટ્વીટ કરતા પહેલાં સોનૂએ કોરોનાના સતત વધી રહેલા બીજી લહેરના કેસો અંગે પોતાની લાચારી વ્યક્ત કરી હતી. તેણે ટ્વીટ કરી કેસવારથી હું મારો ફોન નીચે મૂકી શક્યો નથી. સમગ્ર ભારતમાંથી હોસ્પિટલ બેડ્સ, દવાઓ અને ઇન્જેક્શન માટે હજારો લોકોના ફોમ આવી રહ્યા છે. તેમાંથી ઘણાને આ બધુ ઉપલબ્ધ કરાવવામાં હું સક્ષમ થઇ રહ્યો નથી. હું લાચારી મહેસૂસ કરી રહ્યો છે. સ્થિતિ ભયાવહ છે. મહેરબાની કરીને ઘરમાં રહો, માસ્ક પહેરો અને પોતાને સંક્રમિત થતા બચાવો

બીજી ટ્વીટમાં સોનૂ સૂદે લખ્યું કે હું નિશ્ચિત છું કે આપણે બધા મળી અનેક લોકોના જીવ બચાવી શકીએ છીએ. આ સમય કોઇના દોષ ઢોળવાનો નથી. પરંતુ એક એવા જરુરિયાતમંદ માટે આગળ આવવાનો સમય છે, જેને તમારી જરુર છે. કોશીશ કરો કે તેમને મેડિકલ સંબંધી સુવિધાઓ પહોંચાડી શકાય.ચાલો સાથે મળીને જીવન બચાવીએ. હંમેશા તમારા માટે હાજર

સોનૂ સૂદે પોતાનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હોવાની ટ્વીટમાં લખ્યું કે, “દરેકને હાય, હું તમને જણાવું છું કે આજે સવારે મારો કોવિડ-19 ટેસ્ટ પોઝિટિવ આવ્યો. સાવચેતીના ભાગરુપે હું પહેલેથી જ સેલ્ફ ક્વોરન્ટાઇન થઇ ગયો છું અને તમામ કાળજી રાખી રહ્યો છું. છતાં ચિતા ન કરતા તમારી સમસ્યાઓ ઉકેલવાનો હવે મને પુરતો સમય મળશે. યાદ રાખો હું હંમેશા આપ સૌ માટે હાજર છું.

ઓફલાઇન પરીક્ષા રદ કરવા કેન્દ્રને માગ કરી હતી

નોંધનીય છે કે થોડા દિવસ પહેલાં સોનૂ સૂદે પોતાની સોશિયલ સ્ટોરીમાં જણાવ્યું હતું કે તેણે જરુરિયાતમંદોને રેમડેસિવીર અને ઇન્દૌરમાં 10 ઓક્સિજન સિલિન્ડર મોકલ્યા. ઉપરાંત તેણે થોડા દિવસ પહેલાં કેન્દ્ર સરકારને ઓફ લાઇન એક્ઝામ રદ કરવાની માગ પણ કરી હતી. ત્યાર બાદ CBSEએ 10માની પરીક્ષા રદ કરી અને 12માની મોકૂફ રાખી તો તેને આનંદ થયો હતો.

(5:28 pm IST)