મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

કોરોના અંગે ૧૦ મહત્વની બાબતો

ચેપનો દર મહામારીના સર્વોચ્ચ સ્તરેઃ WHOના વડા

(૧) ભારતમાં શુક્રવારે ૨,૧૭,૩૫૩ કોરોના વાઈરસના નવા કેસ નોંધાયા હતા. તેની સાથે ભારતમાં કુલ ૧,૪૨,૯૧,૯૧૭ કોરોનાના કેસ થઈ ચુકયા છે. આ કોરોના મહામારીની બીજી વેવ છે અને અત્યાર સુધીમાં આ સૌથી વધુ કેસ મળી રહ્યા છે.

(૨) ડબલ્યુએચઓના વડા ટેડ્રોસ એધનોમ ગેબ્રિસિયસે કહ્યું કે કોરોના વાઈરસના કેસ દુનિયાભરના દેશોમાં લગભગ બમણાં નોંધાવા લાગ્યા છે. છેલ્લા બે મહિનાથી આ સ્થિતિ જોવા મળી રહી છે. મહામારીના દોરમાં ચેપનો આ સર્વોચ્ચ સ્તર છે.

(૩) કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કહ્યું કે કેન્દ્રની મોદી સરકાર કોરોના વાઈરસ વિરૂધ્ધ તુઘલકી લોકડાઉન, થાળીઓ વગાડી, ભગવાનની પ્રાર્થના કરી લડી રહી છે.

(૪) ઉત્તરપ્રદેશમાં હવે રવિવારે લોકડાઉન રહેશે. જરૂરી સેવાઓ જ ચાલુ રહેશે. માસ્ક નહીં પહેરનારને ૧૦૦૦નો દંડ થશે.

(૫) હવે મુંબઈમાં આવેલી હેફફિન બાયોફાર્મા કોર્પોરેશન પણ કોવેકિસનનું ઉત્પાદન શરૂ કરશે. આ મામલે ઉદ્વવ ઠાકરેએ વિનંતી કરી હતી.

(૬) ગુજરાત હાઈકોર્ટે ગુજરાત સરકારને ઉધડો લેતા કહ્યું કે જેવા મૃત્યુ કે ચેપના કેસ નોંધાઈ રહ્યા છે તેને જોતાં સરકારી આંકડા  અને વાસ્તવિક હકીકત મેળ ખાતી નથી.

(૭) ભારત ૫૦,૦૦૦ મેટ્રિક ટન મેડિકલ ઓકિસજનની આયાત કરશે.

(૮) કોંગ્રેસ નેતા રણદીપ સુરજેવાલા, દિગ્વિજય સિંહ અને શિરોમણી અકાલી દળન નેતા હરસિમરત કૌરના કોરોના ટેસ્ટ પોઝિટિવ આવ્યો.

(૯) અમેરિકી ફાર્માસ્યૂટિક કંપની ફાઈઝે કહ્યું કે આગામી  ૧૨ મહિનામાં તેના વધુ એક ડોઝની લોકોને જરૂર પડશે.

(૧૦) વૈશ્વિક સ્તરે કોરોના વાઈરસના કુલ ૧૩.૮૮ કરોડ કેસ થઈ ચૂકયા છે અને મૃત્યુ ૨૯,૮૪,૨૩૭ થઈ ચૂકયા છે.

(11:38 am IST)