મુખ્ય સમાચાર
News of Saturday, 17th April 2021

મહારાષ્ટ્રમાં કોરોનાનો કહેર : 24 કલાકમાં નવા 63,729 કેસ : 400 દર્દીઓનાં મોત

મુંબઈમાં છેલ્લા 24 કલાકમાં 8839 લોકો સંક્રમિત : 53 લોકોનાં મોત

મુંબઈ : વૈશ્વિક મહામારી કોરોનાએ મહારાષ્ટ્રને ઘમરોળી ને રાખ્યું છે. મહારાષ્ટ્રમાં રાત્રિ કર્ફ્યુ, વિકેન્ડ લોકડાઉન અને હવે મહારાષ્ટ્રમાં લોકડાઉન થવા છતાં કોરોના સંક્રમણમાં ઘટાડો થવાનું નામ નથી લઇ રહ્યો. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના રેકોર્ડ 63,729 કેસ નોંધાયા છે, જ્યારે 398 દર્દીઓનાં મોત નીપજ્યાં છે. આ આંકડા રોગચાળાની શરૂઆત પછીના સૌથી વધુ આંકડો છે.

શુક્રવારે 63,729 કેસ નોંધાયા બાદ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 37,03,584 લોકોને ચેપ લાગ્યો છે. તે જ સમયે, 398 લોકોના મૃત્યુ પછી, કોરોનાથી મૃત્યુઆંક વધીને 59,551 પર પહોંચી ગયો છે. આ સમયગાળા દરમિયાન, 45,335 લોકોને રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં, કુલ 30,04,391 લોકોએ વાયરસથી યુદ્ધમાં વિજય મેળવ્યો છે, જ્યારે હાલમાં 6,38,034 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

જોકે, આજે મુંબઈમાં કોરોના કેસોમાં થોડો ઘટાડો જોવા મળ્યો છે. દેશની આર્થિક રાજધાનીમાં છેલ્લા 24 કલાકમાં 8839 લોકો ચેપ લાગ્યાં હતાં અને 53 લોકોનાં મોત નીપજ્યાં છે. મુંબઈમાં અત્યાર સુધીમાં કુલ 5,61,998 લોકો વાયરસથી ગ્રસ્ત થયા છે, તેથી કુલ 12,242 લોકોએ જીવ ગુમાવ્યો છે. તે ચેપમાંથી અત્યાર સુધીમાં 4,63,344 લોકો સાજા થયા છે, જ્યારે, 85,226 લોકો સારવાર લઈ રહ્યા છે.

(12:00 am IST)