મુખ્ય સમાચાર
News of Wednesday, 17th April 2019

અંતે જેટ એરવેઝની તમામ ફ્લાઇટો આજે મધરાતથી થંભી જશે :તાત્કાલિક અસરથી રાષ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય જેટ એરવેઝની તમામ ફ્લાઇટો રદ કરવામાં આવી છે :આ તકે રૂપિયા 11300 કરોડની રિકવરી અને 23700 નોકરીઓ ઉપર ખતરાના વાદળો મંડાયા ;જેટ એરવેઝ 5 મેં 1993માં તેની પ્રથમ ફલાઇટ ઉડી હતી અને આજે 17 એપ્રિલ 2019ના રોજ જેટ એરવેઝે હાલ પૂરતું શટડાઉન જાહેર કર્યું છે :કોર્પોરેટર જગતમાં ખળભળાટ

નવી દિલ્હી :અંતે જેટ એરવેઝની તમામ ફ્લાઇટો આજે મધરાતથી બંધ થઇ જશે આજે બુધવારનાં આજનાં રાતનાં 10:30 વાગે કંપની પોતાની છેલ્લી ફ્લાઇટ ઉડાડશે. કંપનીનાં બોર્ડે બેંકોનાં કંશોર્સિયમ પાસેથી પૈસા ન મળવાને કારણ આ નિર્ણય લીધો છે.

   આ પહેલાં કંપનીનાં માત્ર સાત વિમાન જ ઑપરેટિંગમાં હતાં. જો કે, કંપનીનાં માત્ર સાત વિમાન જ ઑપરેટિંગમાં છે. સોમવારનાં રોજ કંપનીએ બેંકોની સાથે મીટિંગ પણ કરી હતી. પરંતુ કોઇ જ પરિણામ ના આવ્યું. જેટ એરવેઝનાં સંસ્થાપક નરેશ ગોયલે ખુદને જ બોલીથી બહાર કરી લીધેલ છે. કેમ કે એતિહાદ અને ટીપીજી પાર્ટનર્સે તેઓનાં રહેવાં પર ખુદને બોલીથી અલગ કરવાની ધમકી આપી હતી.

   આ સંદર્ભમાં કંપનીનાં સીઇઓ વિનય દુબેએ કર્મચારીઓને એક ઇમેઇલ મોકલ્યો કે જેમાં લખ્યું હતું કે બેંક ઇમરજન્સી ફંડિંગ પર નિર્ણય નહીં કરી શકે. જેથી મંગળવારનાં રોજ ફરીથી કંપનીનાં બોર્ડની મીટિંગ હશે. આ સાથે જ પાયલટ યૂનિયનનાં એક સભ્યએ કહ્યું કે, જો કંપનીને પૈસા નહીં મળે તો જેટનું ઓપરેશન સંપૂર્ણ રીતે બંધ થઇ શકે છે. આ બેઠકમાં જ નરેશ ગોયલે કંપનીને ફરી વાર ખરીદવાનો પ્લાન ત્યાગી દીધો.હતો

    જેટ એરવેઝે પોતાની આંતરરાષ્ટ્રીય ફ્લાઇટોને 19 એપ્રિલ સુધી રદ્દ કરી દીધી છે. જો કે કંપનીનાં માત્ર સાત વિમાન જ હાલમાં ઓપરેટિંગમાં છે. દુબેએ કહ્યું કે, બેંકો સાથે થયેલી વાતચીતને બોર્ડનાં સમક્ષ મંગળવારનાં રોજ રાખવામાં આવશે. કંપનીએ સાર્ક અને આસિયાન દેશો સિવાય ટોરેન્ટો અને પેરિસની ફ્લાઇટોને પણ આગામી દેશ સુધી રદ્દ કરી છે.
   અત્રે ઉલેલ્ખનીય છે કે ત્રણ મહીનાથી વેતન માટે તરસી રહેલ જેટ એરવેઝનાં પાયલટોએ હવે નોકરી બચાવવા માટે પ્રધાનમંત્રી મોદી પાસે મદદ માંગી છે. પાયલટોનાં સંગઠન નેશનલ એવિએટર્સ ગિલ્ડ (એનએજી)એ સોમવારનાં રોજ કહ્યું કે, કંપનીનું સંચાલન બંધ થાય તો 20 હજાર નોકરીઓ ખતરામાં પડી જશે. આ મુશ્કેલીથી ઉગારવા માટે પ્રધાનમંત્રીએ મદદ કરવી જોઇએ

(8:28 pm IST)